Western Times News

Gujarati News

સપાની હાર થયા બાદ નિરાશાને ખંખેરીને એમએલસીની ચૂંટણીની તૈયારીમાં લાગી

લખનૌ, ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની હાર થયા બાદ નિરાશાને ખંખેરીને એમએલસીની ચૂંટણીની તાડમાર તૈયારીમાં લાગી ગયા છે. ગોરખપુરના જાણીતા ડોક્ટર કફીલ ખાનને વિધાન પરિષદના સભ્ય તરીકે યોજાનારી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં બાળકોના મોતના મામલામાં મુખ્યમંત્રી યોગીની સૂચના પર કફીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ હવે વિધાન પરિષદ માટે રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. રાજ્યની ૩૬ વિધાન પરિષદ બેઠકો માટે ૯ એપ્રિલે મતદાન થવાનું છે અને પરિણામ ૧૨ એપ્રિલે આવશે.

ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં કુલ ૧૦૦ સભ્યો છે, જેમાં બહુમત માટે ૫૧નો આંકડો જરૂરી છે. ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં સપા પાસે બહુમતી છે. ઉપલા ગૃહમાં સપા પાસે ૪૮ બેઠકો છે, જ્યારે ભાજપ પાસે ૩૬ સભ્યો છે. જાે કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન, સપાના ૮ એમએલસીએ ભાજપમાં સ્વિચ કર્યું હતું., બસપાના એક એમએલસી પણ ભાજપમાં જાેડાયા છે.

વિધાન પરિષદની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૩૦ બેઠકો અને બીજા તબક્કામાં છ બેઠકો છે. નોંધણીનો પ્રથમ તબક્કો ૧૫ માર્ચથી શરૂ થશે અને ૧૯ માર્ચ સુધી ચાલશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૧ માર્ચે થશે જ્યારે ૨૩ માર્ચ સુધી નામાંકન પરત ખેંચી શકાશે. તે જ સમયે, બીજા તબક્કામાં છ બેઠકો માટે નામાંકન ૧૫ માર્ચથી શરૂ થશે અને ૨૨ માર્ચ ઉમેદવારી પત્રો સબમિટ કરવાની છેલ્લી તારીખ છે.

૨૩ માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ૨૫મી માર્ચે ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવશે. બંને તબક્કા માટે ૯ એપ્રિલે મતદાન થશે જ્યારે પરિણામ ૧૨ એપ્રિલે આવશે.

સભ્યો ૬ વર્ષ માટે વિધાન પરિષદમાં ચૂંટાય છે. યુપીમાં કાઉન્સિલની કુલ ૧૦૦ બેઠકો છે. રાજ્યમાં એલએલસીની ચૂંટણી પાંચ અલગ-અલગ પદ્ધતિઓ પસંદ કરીને પહોંચી છે. ૧૦૦માંથી ૩૬ બેઠકો સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિ દ્વારા ચૂંટાય છે. આ સિવાય કુલ ૧૦૦ બેઠકોમાંથી ૧/૧૨ એટલે કે ૮-૮ બેઠકો શિક્ષક અને સ્નાતક ક્ષેત્ર માટે અનામત છે.

૧૦ વિધાન પરિષદના સભ્યો રાજ્યપાલ દ્વારા નામાંકિત કરવામાં આવે છે, જેઓ વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત હોય છે. બાકીની ૩૮ બેઠકો પર, વિધાનસભાના ધારાસભ્યો મતદાન કરે છે અને વિધાન પરિષદના ધારાસભ્યોની પસંદગી કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.