Western Times News

Gujarati News

વડોદરાની સાંસ્કૃતિક ધરોહરને સમાવતી ડિઝાઇન સાથે તનિષ્કના જવેલરી સ્ટોરનો આરંભ

તનિષ્કે ગુજરાતમાં એનો 18મો સ્ટોર શરૂ કર્યો –જ્ઞાનવસ્તલ સ્વામીજીના હસ્તે શો રૂમની રીબીન કાપવામાં આવી હતી

વડોદરા:  વડોદરામાં તનિષ્કના બીજા શો રૂમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જ્ઞાનવસ્તલ સ્વામીજીના હસ્તે શો રૂમની રીબીન કાપવામાં આવી હતી.

ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ અને ટાટા હાઉસની બ્રાન્ડ તનિષ્કે  વડોદરામાં એનો 18મો સ્ટોર શરૂ કર્યો છે જ્યારે વડોદરામાં તનિષ્કનો બીજો શો રૂમ છે. આ શો રૂમના ભવ્ય ઉદ્ધાટનના ભાગરૂપે બ્રાન્ડ દરેક જ્વેલરીની ખરીદી સાથે ફ્રી ગોલ્ડ કોઇન્સ ઓફર કરે છે. આ ઓફર 1થી 3 એપ્રિલ 2022 સુધી વેલિડ છે.

શહેરના કારેલીબાગમાં વી.આઇ.પી રોડ પર સ્થિત બ્રાઇટ સ્કૂલની સામે સ્થિત છે. આ લાર્જ ફોર્મેટ સ્ટોર 8000 ચોરસ ફીટમાં પથરાયેલો છે. આ સ્ટોર ગોલ્ડ, ડાયમન્ડ, સોલિટેઇર્સ અને પ્લેટિનમમાં 2000થી વધુ ડિઝાઇન જોવા મળશે. ખાસ કરીને આ શો રૂમની ડિઝાઇન વડોદરાની ઐતિહાસિક વારસાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

બ્રાન્ડ વિવિધ રિમોટ વેચાણના વિકલ્પો પણ ધરાવે છે. જે બ્રિકસ એન્ડ ક્લિક્સ- વીડિયો કોલિંગ, એન્ડલેસ આઇસ્લ, વર્ચ્યુલ જ્વેલરી ટ્રાય ઓન, રિયલ ટાઇમ લાઇવ આસિસ્ટેડ ચેટ અને તનિષ્ટકના સ્ટોર્સમાં ઓગમેન્ટેડ રિયાલિટી દ્વારા બુક એન એપોઇન્ટમેન્ટ વચ્ચેનો ફરક દૂર કરે છે.

નિયમો અને શરતોને આધિન ગ્રાહકો કોઇ પણ જ્વેલર પાસેથી ખરીદેલી સોનાની જૂની જ્વેલરી માટે સારામાં સારી એક્સચેન્જ વેલ્યુનો લાભ પણ લઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા ગ્રુપની ભારતની અતિ લોકપ્રિય જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક શ્રેષ્ઠ કળાનો પર્યાય છે. જે છેલ્લાં બે દાયકા કરતાં વધારે સમયથી વિશિષ્ટ ડિઝાઇન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની ખાતરી આપે છે.

આ દેશમાં એકમાત્ર જ્વેલરી બ્રાન્ડ છે. જે ભારતીય મહિલાઓની પસંદગીઓને સમજી તેમની પરંપરાગત અને આધુનિક આકાંક્ષાઓ અને ઇચ્છાઓ પૂર્ણ કરવા જ્વેલરી પ્રદાન કરે છે. અત્યારે તનિષ્ક રિટેલ ચેઇન 200થી વધારે શહેરોમાં 360થી વધુ એક્સક્લુઝિવ બુટિકમાં કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.