Western Times News

Gujarati News

ઈંગ્લેન્ડમાં વિધવાને મૃત પતિ સાથે તાંત્રિકે કરાવી મુલાકાત

આશાના પતિ જાેન રોજરનું ૨૦૧૮માં અવસાન થયું હતું. બંનેને ૨૨ વર્ષની પુત્રી પણ હતી

નવી દિલ્હી, દુનિયામાં એવા ઘણા લોકો છે જે મૃત્યુ પછીના જીવનને માને છે. ઘણા લોકો તંત્ર વિદ્યાની મદદથી મૃત્યુ પામેલા લોકોનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરે છે. ઘણી વખત આવા કામ માટે તાંત્રિકોનો ઉપયોગ કરવામાં આવે છે.

ઈંગ્લેન્ડના વિલ્ટશાયરમાં રહેતી આશાએ પોતાના પતિના મૃત્યુ બાદ તેની આત્મા સાથે વાત કરવા માટે માત્ર એક તાંત્રિકની મદદ લીધી હતી. પરંતુ તાંત્રિકને મળ્યાના ૬ અઠવાડિયા પછી જ બંનેએ લગ્ન કરી લીધા.

મળતી માહિતી મુજબ, આશાના પતિ જાેન રોજરનું ૨૦૧૮માં અવસાન થયું હતું. બંનેને ૨૨ વર્ષની પુત્રી પણ હતી. પતિના અવસાન પછી આશા તૂટી ગઈ. પરંતુ તેણે તેના પતિનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે ૬૦ વર્ષની કેરીનની મદદ લીધી. કેરીને ખાતરી આપી હતી કે તે તેણીને તેના સ્વર્ગસ્થ પતિ સાથે વાત કરાવશે. આના છ અઠવાડિયા પછી જ આશાએ કેરીન સાથે લગ્ન કર્યા.

હવે બંને ખૂબ ખુશ છે. આશા અને જાેન રોજરના લગ્ન ૧૮ વર્ષ પહેલા થયા હતા. તેઓને એક વીસ વર્ષની પુત્રી પણ છે. મગજમાં સોજાે આવવાને કારણે જ્હોનનું મૃત્યુ થયું હતું. પતિની અચાનક ખોટથી આશા તૂટી ગઈ. તેણીએ જ્હોનના મૃત્યુ પછી સંપર્ક કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે કેરીનની મદદ લીધી.

આશા કહે છે કે કેરીનની મદદથી તેણે જ્હોન સાથે વાત કરી અને તેની પરવાનગીથી આશા અને કેરીનના લગ્ન ૨૦૧૯માં થયા. હવે બંને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. કેરીન સાથે લગ્ન કર્યા બાદ હવે આશા પણ તાંત્રિક બની ગઈ છે.

આશાને મળવા અંગે કેરીને કહ્યું કે જ્યારે તેણે તેને પહેલીવાર જાેયો, ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે આશાની ભાવના સાથે તેનો કોઈ ઊંડો સંબંધ છે.એવું લાગતું હતું કે બંને સદીઓથી એકબીજાને ઓળખે છે. જ્યારે તેણે આશાને તેના મૃત પતિ સાથે વાત કરવા મળી ત્યારે જ્હોને પોતે જ બંનેને લગ્ન કરવાની મંજૂરી આપી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.