Western Times News

Gujarati News

ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માની કારોબારી બેઠક યોજાઇ

ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માની એપ્રિલ માસથી શરૂ થતા નવા વર્ષની પ્રથમ કારોબારી મીટીંગ ખેડબ્રહ્મા શહેરમાં સર્કિટ હાઉસ ખાતે તારીખ ૨૦-૪-૨૨ ના રોજ સાંજે ૬-૩૦ કલાકે યોજાઇ. આ મિટિંગમાં નવા વર્ષના કાર્યક્રમો વિશે વિચારણા કરાઇ હતી. તથા નવા વર્ષની પ્રથમ વાર્ષિક જનરલ સભા વિજયનગરના પરોસડા ના નિલકંઠ મહાદેવ ખાતે રાખવાનું નક્કી થયું હતું.

આ મિટિંગમાં સાંજનો જમણવાર ધારા સિમેન્ટ વાળા માલજીભાઈ દેસાઈ પરોસડા વાળાના સૌજન્યથી ગોઠવાયેલ છે. આ મિટિંગમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડો. રોહિતભાઈ દેસાઈ, મંત્રી સુરેશભાઈ પટેલ, ટ્રેજરર વિજયસિંહ, માર્ગદર્શક હાર્દિકભાઈ સગર તથા પરેશ મહેતા તથા પી.ડબ્લ્યુ.ડી ના નાયબ એન્જિનિયર શ્રી દિલીપભાઈ ચૌધરી તથા મહિલા સંયોજીકા સ્મિતાબેન જોશી,તથા પ્રતિમાબેન મહેતા તથા  કારોબારી સદસ્યો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.