Western Times News

Gujarati News

પાલનપુર પાલિકાના માથે પાણી પુરવઠાનું કરોડોનું દેવું બાકી

પાલનપુર,શહેરમાં કેટલાક મિલકત ધારકો નગરપાલિકા નો કર ભરવામાં લાપરવાહી દાખવતા હોઈ પાલીકાના ચોપડે બાકીદારોની સંખ્યામાં સતત વૃદ્ધિ થતા તેને લઈ નગરપાલિકાના માથે દેવાના બોજમાં પણ ઉત્તરઉત્તર પ્વધારો થઈ રહયો છે. જેને લઈ હાલ નગરપાલિકાના માથે પાણી પુરવઠા વિભાગનું ર૭ કરોડે પહોચવા પામ્યું છે. આ અંગે વધુ વિગતો આપતા અમારા બનાસકાંઠા જીલ્લાના સંવાદદાતા હરેશ જી. જાેષી પાલનપુર નો અહેવાલ જણાવે છે. કે, ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દેવામાં ઘેરાવા લાગી છે.

જેમાં પાણી પુરવઠા અને ઉત્તર ગુજરાત વીજ તંત્ર ના દેવામાં સતત વધારો થઈ રહયા છે. જેમાં શહેરમાં પીવાના પાણી પેટે પુરવઠા વિભાગનું દર મહીને ર૮ લાખ જેટલું બીલ આવે છે. પરંતુ આટલું બિલ ચુકવવા પાલીકા સમક્ષ ન હોઈ પાણી પેટે નગર પાલીકા દ્વારા પાણી પુરવઠાને મહીને ર૮ લાખના બીલ સામે માત્ર ૬ લાખ ચુકવણું કરવામાં આવી રહયું છે.

જેને લઈ હાલ નગરપાલિકા માથે પાણી પુરવઠા વિભાગનું ર૭ કોરડનું દેવું ચડી જવા પામ્યું છે. જાેકેશહેર ના કેટલાક રીઢા મીલકત ધારકો નગર પાલિકા નો કેર ભરતા ન હોઈ પાલીકાના ચોપડે હાલ બાકીદારો પાસે રૂા.૧૧.પપ કરોડ લેવાના બાકી નીકળે છે. જાેકે આ બાકી કર નગરપાલિકામાં ભરપાઈ થઈ જાય તો પાલીકાના માથે થી દેવાનો બોજ હળવા થઈ શકે તેમ હોઈ પાલીકાદ્વારા રીઢા બાકીદારો સામે લાલ આંખ કરવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.