Western Times News

Gujarati News

રસીની અસરઃ સ્વાસ્થ્ય કર્મી ત્રણેય વેવમાં સંક્રમિત થયો છતાં સ્વસ્થ

પ્રતિકાત્મક

નવીદિલ્હી, વાત ચોકાવનારી છે પણ સત્ય છે, પહેલીવાર દેશમાં એક સ્વાસ્થ્ય કર્મચારી કોરોના રોગચાળાની દરેક લહેરમાં સંક્રમિત થયો હતો તેને લઈને હવે જયારે વૈજ્ઞાનીકોએ અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે, ર૦ર૦માં આ સ્વાસ્થ્ય કર્મચારી કોરોનાના આલ્ફા વેરીઅન્ટથી સંક્રમીત થયો હતો. તે પછી ર૦ર૧માં તે ડેલ્ટા વેરીઅન્ટનો શિકાર થયો હતો તથા હવે ર૦રરમાં ઓમિક્રોન વેરીઅન્ટથી સંક્રમિત થયો હતો.

એક જ સ્વાસ્થ્ય કર્મચારીમાં કોરોનાના ત્રણેય સૌથી ગંભીર વેરીઅન્ટ મળી આવ્યા બાદ નવી દિલ્હી સ્થિત ICMR અને પૂર્ણે સ્થિત નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીએ મળીને જયારે અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે ત્રણે લહેરમાં સંક્રમીત થવા છતાં આ કર્મચારીઓ કોરોના વેકિસન લીધી હોવાના કારણે તેણે હોસ્પિટલમાં દાખલ થવું પડયું ન હતું.

ભવિષ્યમાં વેકિસનનો ચોથો ડોઝ પણ આવી શકે વૈજ્ઞાનીકોનું કહેવું છે કે ભવિષ્યમાં વેકિસનનો ચોથો ડોઝ પણ લઈ શકાય છે. અભ્યાસથી સ્પષ્ટ થયું છે કે વેકિસનેશન દ્વારા કોરોનાના નવા વેરીઅન્ટને બિનઅસરકારક બાનવી શકાય છે. જાે કે તેનો આધાર એન્ટીબોડીના સ્તર પણ હોય છે. ત્રણ ડોઝ લીધા બાદ શરીરમાં એન્ટીબોડી કેટલો સમય રહે છે તેની જાણકારી હાલમાં તો ઉપલબધ નથી. પરંતુ જાે ત્રીજા ડોઝ પછી પણ એન્ટીબોડીનું
સ્તર નીચું રહે તો ભવિષ્યમાં ચોથો ડોઝ લઈ શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.