Western Times News

Gujarati News

અમૂલ ડેરી આણંદ દ્વારા સાસણ ગીરમાં અમૂલ પાવર પ્લસ ફર્ટિલાઈઝરનું લોન્ચિંગ

આણંદ, AMULના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. Amul Organic Fertilizer નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરના લોન્ચ કર્યાના પાંચ મહિનામાં અમૂલ દ્વારા ૩૦૦ મેટ્રિક ટનથી વધુ અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરનું વેચાણ કરવામાં આવ્યું છે

તેમજ આગામી દિવસોમાં ૫૦૦૦ મેટ્રિક ટન વેચાણ કરવાનો લક્ષ્યાંક છે. જેને અનુલક્ષી સૌરાષ્ટ્ર-સાસણ ગીર ખાતે ગુજરાત ફર્ટિલાઈઝર ડીલર એસોસિએશનના ૧૦૦થી વધુ ડીલર મિત્રો સાથે સંમેલન યોજવામાં આવ્યું. આ સંમેલનમાં અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરની વિશેષતા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેને જાણી સૌ ડીલર મિત્રો અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરનું વેચાણ કરવા ઉત્સાહી બન્યાં હતાં. હાલ અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરની ત્રણ પેદાશો માર્કેટમાં ઉપલબ્ધ છે જેને ખેડૂતોનો ઘણો સારો પ્રતિસાદ મળેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.