Western Times News

Gujarati News

જાનૈયાઓની બસ ઝાડ સાથે અથડાતા અકસ્માતઃ૨૨ ને ઇજા

મહેસાણા, મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા ભાસરિયા પાટિયા પાસે આજે વહેલી સવારે જાનૈયાઓની લકઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. જેમાં અંદાજે ૨૨થી વધુ જાનૈયાઓને ઈજા પહોંચી હતી. તમામને મહેસાણા અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હાલમાં લાઘણજ પોલીસ તપાસ શરૂ કરી છે

ગઈકાલે રાત્રે ડીસાથી જાન ભરી બે લકઝરી બસ આજે વહેલી સવારે ૪ કલાકે મહેસાણા થઈ પસાર થઈ રહી હતી. ત્યારે મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા મકેન કમ્પની પાસે એક બસના ડ્રાઈવરે ઓવર સ્પીડમાં બસ હંકારતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી બસ ડિવાઈડર પર ચડી જતા ઝાડ સાથે અથડાઈ હતી.

જેના કારણે લકઝરી બસ ૨૦ ફૂટ જેટલી ઢસડાઈ હતી. આ બસમાં ૫૦ જાનૈયા સવાર હતા, જેમાથી ૨૨ લોકોને ઈજા થઇ હતી. વરરાજાના માતા-પિતા અને ભાઈ-બહેનને પણ ઈજાઓ પહોંચી હતી. જેમાં વરરાજાની બહેન અને તેની ભાભીને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.એક જાનૈયાએ જણાવ્યું કે, અમે રાત્રે ડીસાથી નીકળ્યા હતા.

અમારી ૨ લકઝરી બસ હતી. એકમાં અમારો પરિવાર હતો. ડ્રાઈવરને સવારે બીજે વરધી હોવાથી તેણે ગાડી ઓવર સ્પીડમાં હંકારતા વરરાજાના પરિવારના લોકોએ ડ્રાઇવરને ટકોર કરી હતી કે બસ ધીમી ચલાવો. તેમ છતાં ડ્રાઇવરે પોતાની મનમાની કરી બસ ઓવર સ્પીડમાં હંકારી હતી. જેથી બસ ડિવાઈડર પર ચડાવી દેતા અકસ્માત થયો હતો.

મહેસાણાના ભાસરિયા નજીક લકઝરી બસ પલટી મારી જતા અકસ્માતમાં ૨૨ લોકોને ઇજા પહોંચી છે. જેમાં ઈજા પામેલા લોકોને સૌ પ્રથમ સ્થાનિક સકુંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યારબાદ અમદાવાદની અસરવા હોસ્પિટલમાં ૨૨ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. જેમાં વરરાજાના ભાભી અને બહેનની ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં સૌથી વધુ મહિલાઓને ઇજાઓ થઈ હતી. જેમાં કેટલાક લોકોને ફેક્ચર તો કેટલાકના હાથ પગમાં ઇજા પહોંચી હતી.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.