Western Times News

Gujarati News

ધમકી મળી હોવા છતાં સલમાન બેફિકર થઈને કરી રહ્યો છે શૂટિંગ

મુંબઈ, પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી એકાએક સલમાન ખાન ચર્ચાનો વિષય બની ગયો છે. વાસ્તવમાં સિદ્દુ મૂસેવાલાની હત્યાનો આરોપ જે લોરેન્સ બિશ્નોઈ પર મૂકવામાં આવ્યો છે, તે આ પહેલા સલમાન ખાનને હત્યાની ધમકી આપી ચૂક્યો છે.

આટલુ જ નહીં, તે સલમાનની હત્યાની પ્લાનિંગ પણ કરી ચૂક્યો છે. પરંતુ લાગી રહ્યું છે કે સલમાન ખાનને આ ગુંડાની ધમકીઓની કોઈ અસર નથી. તે પોતાનું કામ કરવામાં વ્યસ્ત છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક ધમકી ભર્યો લેટર મળ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યુ હતું કે, મૂસેવાલા જેવી હાલત તમારી કરીશું. ત્યારપછી સલીમ ખાને મુંબઈ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. સલમાન ખાને મુંબઈ પોલીસને જણાવ્યુ હતું કે તાજેતરમાં તેની કોઈની સાથે લડાઈ નથી થઈ અને કોઈ વિવાદ પણ નથી થયો.

હવે એમ લાગી રહ્યું છે કે સલમાન ખાનને આ ધમકીઓની કોઈ ચિંતા નથી. કારણકે તે આરામથી ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, સલમાન ખાન હૈદરાબાદમાં ફિલ્મ માટે શૂટ કરી રહ્યો છે. સલમાન ખાનની એવી ઘણી તસવીરો સામે આવી છે જેમાં જાેઈ શકાય છે કે તે બિન્ધાસ્ત ફેન્સને મળી રહ્યો છે, ક્રૂ સાથે મળીને જમી રહ્યો છે. જાે કે આ ધમકીઓને કારણે સલમાનની સુરક્ષા વધારવામાં આવી છે.

તેની આસપાસ ઘણી પોલીસ અને સિક્યોરિટીના લોકો રહે છે. તમને જણાવી દઈએ કે પંજાબી સિંગર અને રૅપર સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી કેનેડાના ગોલ્ડી બ્રારે લીધી હતી, જે લોરેન્સ બિશ્નોઈ સાથે મળેલો છે.

સિદ્ધુની હત્યા પછી તિહાર જેલમાં બંધ બિશ્નોઈ પણ ડરી ગયો છે, તેને પોતાનો જીવ જાેખમમાં હોય તેમ લાગી રહ્યું છે. સલમાન ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે અત્યારે કભી ઈદ કભી દિવાલી ફિલ્મ માટે શૂટ કરી રહ્યો છે. ફેન્સ આતુરતાથી આ ફિલ્મની રાહ જાેઈ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.