Western Times News

Gujarati News

જૂનો નંબર જાળવવા વાહન વેચ્યાના ૯૦ દિવસમાં નવું ખરીદવું પડશે

FILE PHOTO

અમદાવાદ, જૂની નંબર પ્લેટ નવા વાહનમાં પણ યથાવત રાખી શકાશે તેવી રાજ્ય સરકારની બહુ ચર્ચિત યોજના અંગે નિયમો સ્પષ્ટ કરતી એક સૂચના બહાર પાડવામાં આવી છે આ યોજના જુલાઈના અંતમાં શરુ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

જાે કોઈ વ્યક્તિ પોતાના જૂના વાહનનો નંબર નવા વાહનમાં રાખવા માગતી હોય તો તે વ્યક્તિએ પોતાનું જૂનું વાહન વેચ્યાના ૯૦ દિવસની અંદર નવું વાહન ખરીદવું પડશે.નંબરની નોંધણી (ગોલ્ડન, સિલ્વર કે અન્ય) માટેની જે ફી હશે તે ચૂકવીને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.

પરંતુ જાે જૂનો નંબર યથાવત રાખવા માગતી વ્યક્તિને વાહન ખરીદવામાં જેટલું મોડું થશે તેટલી ફી વધુ ચુકવવી પડશે. જાે નવું વાહન જૂનું વાહન વેચ્યાના એક મહિનાની અંદર નવું જૂના નંબર માટે ખરીદે તો ‘ગોલ્ડન’ સિરીઝ માટે ૪૦,૦૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે.

જાે વાહન બીજા મહિને ખરીદવામાં આવે તો ફી ૬૦,૦૦૦ ભરવી પડશે અને ત્રીજા મહિને ખરીદવામાં આવે તો ૮૦,૦૦૦ રૂપિયા ફી ચૂકવવી પડશે.આ સિવાય જાે વાહનને તે જ માલિકના નામે લેવું પડશે. કોઈ પરિસ્થિતિમાં જૂનો નંબર ઘરના કે અન્ય સભ્યને આપવામાં આવશે નહીં.

જાેકે, વાહન માલિકના મૃત્યુના કિસ્સામાં જૂનો નંબર પરિવારના સભ્ય યથાવત રાખવા માગતા હોય તો માગણી કરી શકશે.ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે વાહન માલિકો પોતાના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબર માટે મોટી રકમ ચૂકવતા હોય છે, જેમાં મોટા ભાગના જ્યોતિષ કારણોથી આમ કરતા હોય છે.

હરાજી દરમિયાન વાહનમાલિકો દ્વારા લેવાયેલા ગોલ્ડન નંબર જેવા કે ૭૭૭૭, ૧૧૧૧ અને ૭૮૬ માટે ૨ લાખ રૂપિયા ભરવામાં આવતા હોય છે. કારના માલિકો માટે આવા નંબરની બોલી ૪૦,૦૦૦થી જ્યારે ટુ-વ્હીલર માટે ૮,૦૦૦ રૂપિયાથી બોલાવાની શરુ થતી હોય છે.

એટલે કે નવા નિયમો લાગુ થવાથી વાહનમાલિકો ભારે કિંમત ચૂકવીને લીધેલા પસંગીના નંબરોને પોતાના નવા વાહનોમાં પણ યથાવત રાખી શકશે. આરટીઓના એક અધિકારીએ આ વિષય પર વાત કરતા જણાવ્યું છે કે, આ પ્રકારની કામગીરી દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં શરુ થઈ ગઈ છે. રાજ્ય સરકારે આ યોજનાને લાગુ કરતા તેમની નીતિઓનો પણ અભ્યાસ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ નંબરો ભાવનાત્મક અને જ્યોતિષમાં મહત્વ ધરાવતા હોય તે માટે માટે પસંદ કરતા હોય છે. વાહનચાલકો જન્મદિવસ અથવા લગ્નની તિથિને ધ્યાનમાં રાખીને પણ નંબર પસંદ કરતા હોય છે. હવે તેમણે ખરીદેલા નંબરને યથાવત રાખી શકશે.

પોર્ટ્‌સ અને ટ્રાન્સપોર્ટના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું છે કે, વાહનનો રજીસ્ટ્રેશન નંબર યથાવત રાખવાની પોલિસી માટેના નિયમો ઘડવામાં આવ્યા છે. તેને આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.