Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ જન્મદિને અડાલજના ત્રિમંદિરે દર્શન કર્યા

cm-bhupendrapatel-adalaj-trimandir

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જન્મદિવસના શુભઅવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુમાંની સમાધિના દર્શન કર્યા હતા.

જન્મદિવસના અવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુમાંની સમાધિના દર્શન કર્યા.ભગવાન સમક્ષ આત્માની ઉન્નતિ ઉપરાંત જગત કલ્યાણના ભાવ સાથે ગુજરાતના સુખ, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

ગાંધીનગર સીવીલ હોસ્પિટલ ખાતેથી  ગુજરાતમાં 75 દિવસ સુધીના ફ્રી વેક્સીનેશનની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો અને ગુજરાતના નાગરીકોને અપીલ કરી હતી કે,  આપ સૌ પણ પ્રિકોશન ડોઝ લેવાનું ચૂકશો નહિ. કેન્દ્ર સરકારે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત આગામી ૭પ દિવસ સુધી દેશભરમાં ૧૮+ થી પ૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિના મૂલ્યે આપવાની શરૂઆત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છાઓ આપી હતી. જેના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે,  આપની આત્મીય શુભકામનાઓ બદલ ખૂબ-ખૂબ આભાર આદરણીય પ્રધાનમંત્રીજી. રાષ્ટ્રવિકાસ માટેનું આપનું વિઝન અને પ્રતિબદ્ધતા મારા માટે અખૂટ ઊર્જાનો સ્ત્રોત છે. આપના માર્ગદર્શનમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મારા સંનિષ્ઠ પ્રયાસો અર્પણ કરું એવી કામના.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.