Western Times News

Gujarati News

અરવિંદ કેજરીવાલ સોમનાથમાં વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક કરશે

દિલ્હીના મુખ્યમંત્રી આગામી તા.26 ના મંગળવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે અને ત્યારબાદ તા.1 ઓગસ્ટના વેરાવળમાં યોજાનાર જાહેરસભામાં ઉપસ્થિત રહેનાર છે.

આ અંગે ગીર સોમનાથ જિલ્લા આમ આદમીના કાર્યાલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ જગમાલભાઈ વાળા એ પત્રકારોને માહીતી આપતા જણાવેલ કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે દર્શન બાદ વેરાવળમાં યોજાનાર જાહેરસભામાં સંબોધન કરનાર છે.

તા.26 ના મંગળવારે દિલ્હી ના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી સોમનાથ મહાદેવના દર્શન-પૂજા કર્યા બાદ સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરશે.

ત્યારબાદ સોમનાથ બાયપાસ પાસે આવેલ સરોવર પોર્ટિકો ખાતે વિવિધ સમાજના આગેવાનોની સાથે મુલાકાત કરશે અને થોડા દિવસો બાદ તા.1 ઓગસ્ટ ના સોમવારે બપોરે બે વાગે રાજેન્દ્ર ભુવન રોડ ઉપર આવેલ કે.સી.સી ગ્રાઉન્ડ ખાતે ભવ્યસભાનું આયોજન કરેલ છે.

આ સભામાં કાર્યકર્તા સાથે જિલ્લાના દિગ્ગજ આગેવાનો આમ આદમી પાર્ટી મા જોડાશે અને અરવિંદ કેજરીવાલે સુરત ખાતે ગુજરાતના લોકો માટે 300 યુનિટ ફ્રી વીજળી ની જે પહેલી ગેરેન્ટી આપી એવી જ રીતે બીજી ગેરન્ટી સોમનાથ દાદાના સાનિધ્યમાંથી જાહેરાત કરવામાં આવશે તમ પ્રદેશના ઉપાધ્યક્ષ જગમાલભાઈ વાળા એ અંતમાં જણાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.