Western Times News

Gujarati News

અમૃતસર સુવર્ણમંદિરના દર્શને ગયેલા સિદ્ધાર્થ અરોરાએ મૌલી ગાંગુલી માટે શું ખરીદ્યું?

Siddharth Arora memorable visit to Amritsar

એન્ડટીવી પર બાલ શિવમાં મહાદેવની ભૂમિકા ભજવતા સિદ્ધાર્થ અરોરાએ તાજેતરમાં પંજાબમાં અમૃતસર ખાતે સુવર્ણમંદિરની મુલાકાત લઈને આશીર્વાદ લીધા હતા. ઉપરાંત આ શહેરની સેર કરી હતી. સિદ્ધાર્થને પ્રવાસ કરવાનું અને નવાં સ્થળોની ખોજ કરવાનું ગમે છે, જે માટે તે ખાસ વિખ્યાત શ્રી હરમંદિર સાહિબનાં દર્શન કરવા માટે ગયો હતો.

સિદ્ધાર્થ અરોરા આ વિશે કહે છે,મેં છેલ્લાં દસ વર્ષમાં સુવર્ણમંદિરની વાર્ષિક યાત્રા કરી છે. જોકે મહામારી અને કામમાં વ્યસ્તતાને લીધે છેલ્લાં બે વર્ષ જઈ શક્યો નહોતો. જોકે આ વર્ષે ગમે તે ભોગે સુવર્ણમંદિરનાં દર્શને જવાની મારી સૌથી ટોચની અગ્રતામાંથી એક રહેશે.

આ માટે હું વચનબદ્ધ છું. આ અત્યંત પવિત્ર સ્થળમાંથી એક છે, જે મને ભરપૂર શાંતિ અને હકારાત્મકતા આપે છે. દર વર્ષે હું અને મારો પરિવાર દર્શન કરવા જવાની ઉત્સુકતાથી વાટ જોતા રહીએ છીએ. તે લાગણીઓને શબ્દોમાં વર્ણવી નહીં શકાય. આ બહુ જ આહલાદક અવસર હોય છે.

દરેક મુલાકાત મારી અંદર શક્તિ, આશાવાદ, શાંતિ અને ભક્તિ લાવે છે. મારે માટે એક સૌથી યાદગાર અવસર લંગર છે, જે લોકોની સેવા કરવાનું સુંદર કૃત્ય છ અને જ હજારો લોકો અહીં ભોજન કરે છે. ગુરુ કા લંગર અને કારા પ્રસાદ મારા સૌથી મનગમતા છે. તે વિના મારી મુલાકાત અધૂરી માનું છું.

મંદિરની મલાકાત ઉપરાંત સિદ્ધાર્થ સ્થાનિક વાનગીઓ, વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત અચૂક લે છે. ઉપરાંત મિત્રો અને પરિવાર સાથે સ્થાનિક બજારમાંથી ખરીદી પણ ભરપૂર કરે છે. આ વિશે સિદ્ધાર્થ ઉમેરે છે, અમૃતસરથી મારું પેટ ધરાતું નથી. હું જ્યારે પણ આ શહેરમાં જાઉં છું ત્યારે કશુંક નવું મળી આવે છે.

અમૃતસરમાં બધું જ મંત્રમુગ્ધ કરનારું અને શાંતિ આપનારું છે. લોકો બહુ જ ઉષ્માભર્યા અને સ્વાગતાર્હ છે. મને સ્થાનિક ભોજન ભાવે છે અને દેખીતી રીતે જ શોપિંગ પણ ગમે છે.

આ પછી સરસો દા સાગ અને સફેદ બટર સાથે મક્કી દી રોટી અને ગલીઓના ખાદ્યો ટિક્કી, ગોલગપ્પે, ચાટ અને ઘણું બધું આવે છે. મારો મિત્ર યશ અને મેં જલિયાંવાલા બાગ, વાગાહ બોર્ડર અને પાર્ટિશન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

અમે સ્થાનિક બજારમાં ખરીદી પણ કરી હતી, જ્યાં મેં એન્ડટીવી પર બાલ શિવમાં મહાસતી અનુસૂયાની ભૂમિકા ભજવતી મૌલી દીદી- મૌલી ગાંગુલી માટે ફુલકારી સૂટ ખરીદી કર્યો હતો. અમે ઝુટ્ટીસ અને દુપટ્ટા પણ મારા પરિવાર માટે ખરીદી કર્યા હતા. આ મજેદાર શહેરમાં ઊંડાણમાં જઈએ તેમ ઘણા બધી અદભુત અનુભવો થાય છે, જે અમૃતસર સાથે પ્રેમમાં પાડે છે.

ફ્લાઈટ વિશે વાત કરવાને બદલે અભિનેતા સુંદર ગ્રામીણ ક્ષેત્રો અને ઘણાં બધાં નયનરમ્ય સ્થળો વચ્ચેથી પસાર થતી ટ્રેન થકી પ્રવાસ કરવાનું અપનાવે છે. તે કહે છે, હું જ્યારે પણ અમૃતસર જાઉં છું ત્યારે સામાન્ય રીતે ફ્લાઈટને બદલે ટ્રેનમાંથી જવાનું પસંદ કરું છું, જેનાં બે કારણ છે..

સૌપ્રથમ વારાણસીથી અમૃતસર સીધી ફ્લાઈટ નથી. બીજું, એકલા હોય કે પરિવાર સાથે, ટ્રેન પ્રવાસ વધુ સુવિધાજનક અને મોજીલો હોય છે. ટ્રેનમાં સવારી જૂની યાદોને તાજી કરે છે. ટ્રેનમાં પ્રવાસમાં સુંદર નયનરમ્ય સ્થળો જોવા અને આસપાસ અલગ અલગ લોકો, તેમની મજેદાર વાતો, ગેમ્સ, સંગીત, વાંચે અને ઘણું બધું કરવા, જોવા, જાણવા મળે છે. આ અત્યંત અદભુત અને કાયાકલ્ય કરનારી સેર બની જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.