Western Times News

Gujarati News

“ફાઈન એકર્સ” હવે બનશે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નવી ઓળખ

Mr. Dinesh Yadav - Founder, Fine Acers

સૌથી મોટા લક્ઝરી રિસોર્ટ અને રેસિડેન્સ ગ્રૂપ “ફાઈન એકર્સ” હવે બનશે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નવી ઓળખ

અમદાવાદ: સૌથી મોટા લક્ઝરી રિસોર્ટ અને રેસિડેન્સ ગ્રૂપમાંના એક “ફાઈન એકર્સ” હવે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નવી ઓળખ બનશે. પ્રથમ ઝોનલ ઓફિસ હવે અમદાવાદમાં S.G. હાઇવે પર શરૂ કરી. તેમની જયપુરમાં કોર્પોરેટ ઓફિસ અને દુબઈમાં પણ એક આંતરરાષ્ટ્રીય ઓફિસ છે. તેઓ હવે વધુ સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારશે અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે.

“ફાઈન એકર્સ”ની સ્થાપના 2010 માં ગતિશીલ અને સ્વપ્નદ્રષ્ટા દિનેશ યાદવ દ્વારા કરવામાં આવી હતી. આજે, ફાઇન એકર્સ લક્ઝરી હોટેલ, રિસોર્ટ અને રેસિડેન્સ ઉદ્યોગમાં અગ્રણી છે. ફાઈન એકર્સનું સંચાલન તાજ હોટેલ્સ, મહિન્દ્રા હોલીડેઝ, SIFY, કેડબરી, DLF વગેરે જેવી કંપનીઓના ઉચ્ચ વ્યાવસાયિક અને અનુભવી મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમનું 2027નું વિઝન 5000 કી ઓપરેશનલ અને 8000 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે.

દિનેશ યાદવે (સ્થાપક, ફાઈન એકર્સ) જણાવ્યું હતું કે: “જેમ ગુજરાત અતુલ્ય ભારતનું હ્રદય અને ગ્રોથ એન્જિન છે, તેમ અમે માનીએ છીએ કે ગુજરાત ફાઈન એકર્સ માટે પણ ગ્રોથ એન્જિન બનશે.”

રોમિન્દર ખન્ના (સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ ડેવલપર, ફાઈન એકર્સ) એ જણાવ્યું હતું કે: “ઉદયપુર ગુજરાતના પ્રવાસીઓ માટે એક મોટું બજાર હોવાથી, વધુ સારી સેવાઓ માટે, અમે આજે અમદાવાદ ખાતે અમારી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી ઓફિસ શરૂ કરી છે, ત્યારબાદ ટૂંક સમયમાં બેંગ્લોર અને દિલ્હીમાં ખોલવામાં આવશે. અમારો હેતુ નાણાકીય વર્ષ 2023 સુધીમાં ભારતમાં અને વિદેશમાં 6 નવી ઓફિસો કાર્યરત કરવાનો છે.

તેમની પાસે રોયલ ઓર્કિડ રીજેન્ટા પુષ્કર, JW મેરિયોટ ઉદયપુર, વેસ્ટિન ઉદયપુર અને જયપુરમાં લક્ઝુરિયસ ફાર્મ વિલા જેવી બ્રાન્ડ્સ છે. તેમના આગામી સ્થળો ગીર, રણથંભોર, જવાઈ સાગર અને લોનાવાલા છે. તેઓ ટૂંક સમયમાં સિંગાપોર, થાઈલેન્ડ અને સિડની અને યુએસએમાં પણ ઓફિસો શરૂ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.