Western Times News

Gujarati News

વડોદરાનો યુવાન ત્રણ મહિનાથી સાઉથ આફ્રિકામાં ફસાયો

વડોદરા, શહેરનો યુવાન એન્જિનિયાર છેલ્લા ૯૦ દિવસથી દક્ષિણ આફ્રિકામાં ફસાયેલો છે. તેને મુક્ત કરવા માટે સાંસદ રંજનબેન ભટ્ટે વિદેશ મંત્રાલયને જાણ કરી છે. આ સાથે યુવાનની પત્નીએ પણ સરકારને પત્ર લખીને ઝડપી એક્શન લેવા માટે વિનંતી કરી છે.

શહેરનાં અલકાપુરી વિસ્તારની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા હર્ષવધન શૌચ સાઉથ આફ્રિકાનાં ઇક્વિટેરિયલ ગિની ખાતે ગયા હતા. નોંધનીય છે કે, પશ્ચિમ આફ્રિકાના ઇક્વિટેરિયલ જીનીયા નામના દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી ફસાયેલા એક શીપના ક્રૂ મેમ્બર્સ સહિત ૨૬ વ્યક્તિઓમાં ૧૬ ભારતીય છે. આ ૧૬માંથી એક વડોદરાની વ્યક્તિ છે.

ઇક્વિટેરિયલ જીનીયામાં ફસાયેલા આ તમામની હવે પાડોશી દેશ નાઇઝરિયાની નેવીએ ડિમાન્ડ કરતાં ફસાયેલાઓના પરિવારજનો ચિતિંત બન્યા છે.

નાઇઝરિયા નેવીને સોંપવામાં આવે તે પહેલા ભારતીયોને ઇક્વિટેરિયલ જીનીયાથી જ રેસ્ક્યુ કરવામાં આવે તેવી ભારત સરકારને તેમના પરિવારજનો વિનંતી કરી રહ્યા છે. વડોદરાના પરિવાર દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને આ મામલે રજૂઆત કરતાં સાંસદે વિદેશ મંત્રાલયને પત્ર લખીને યુવાનને પરત લાવવા માંગ કરી હતી. આ કંપની દ્વારા ઇક્વિટેરિયલ ગિનીએ દંડ પણ ભરી દીધો છે.

માહિતી મળી રહી છે કે, આ ફસાયેલા લોકોમાંથી અનેક બીમાર પડી ગયા છે અને તેમને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે. સાંસદ રંજનબેન ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, વડોદરાના હર્ષવર્ધન શૌચે ઇક્વિટેરિયલ જીનીયમાં છેલ્લા ત્રણ મહિનાથી ફસાયેલા છે.

તેમની સાથે કુલ ૧૬ ભારતીય, આઠ જેટલા શ્રીલંકન મળી કુલ ૨૬ વ્યક્તિઓ સાથે શીપને ઇક્વિટેરિયલ જીનીયા ખાતે અટકાવાવમાં આવી છે. આ લોકોને મુક્ત કરાવવા માટે શીપની કંપની દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પણ આ મામલાને ઉકેલવાનો પ્રયાસ થઇ રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.