Western Times News

Gujarati News

ચૂંટણી કમિશ્નરોની નિમણૂંકને પારદર્શક બનાવવાનો આદેશ સુપ્રીમ કોર્ટે અનામત રાખ્યો

(એજન્સી)નવીદિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશનઅને ૨ ચૂંટણી કમિશનરની નિમણૂકમાં વધુ પારદર્શિતા લાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ર્નિણય અનામત રાખ્યો છે. અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે ચીફ જસ્ટિસ, પીએમ અને વિપક્ષના નેતાની પસંદગી ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવે. સરકાર દ્વારા આ મોટા બંધારણીય પદ પર સીધી નિમણૂક યોગ્ય નથી.

જસ્ટિસ કેએમ જાેસેફની આગેવાની હેઠળની ૫ જ્જાેની બંધારણીય બેન્ચે ૪ દિવસ સુધી કેસની સુનાવણી કરી. બેન્ચના બાકીના ૪ સભ્યો જસ્ટિસ અજય રસ્તોગી, હૃષિકેશ રોય, અનિરૂદ્‌ઘ બોઝ અને સીટી રવિકુમાર છે. સુનાવણીના અંતે, બેન્ચે તમામ પક્ષકારોને તેમની દલીલો ટૂંકમાં લખવા અને ૫ દિવસમાં કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું.

સુનાવણી દરમિયાન કોર્ટે કહયું કે, મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પર બેઠેલી વ્યકિત એવી હોવી જાેઇએ, જે કોઇનાથી પ્રભાવિત થયા વિના પોતાનું કામ કરી શકે. જાે વડાપ્રધાન પર કોઇ આરોપ છે, તો સીઇસી તેની જવાબદારી નિશ્ચિતપણે પૂર્તિ કરી શકે છે.

ચૂંટણી કમિશનર પસંદગી પ્રક્રિયામાં મુખ્ય ન્યાયાધીશની સંડોવણી સુનિશ્ચિત કરશે કે ન્યાયી અને મજબૂત વ્યકિત આ મહત્વપૂર્ણ બંધારણીય પદ સુધી પહોંચે. કોર્ટે એ હકીકત પર પણ સવાલ ઉઠાવ્યો હતો કે ૨૦૦૪થી, કોઇપણ મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ ૬ વર્ષનો નથી,

જયારે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર અધિનિયમ,૧૯૯૧એ સીઇસીની મુદત ૬ વર્ષનો નિર્ધારિત કર્યો છે. આવું એટલા માટે થઇ રહયું છે કારણકે સીઇસીની નિવૃત્તિની ઉંમર ૬૫ વર્ષ છે. કોઇ વ્યકિત આ પદ પર પહોંચે ત્યાં સુધીમાં, નિવૃત્તિની ઉંમર સુધી પહોંચવામાં ૬ વર્ષથી ઓછો સમય બાકી હોય છે.

બેન્ચના અધ્યક્ષ જસ્ટિસ જાેસેફ એટર્ની જનરલને ખાતરી આપી, અમે માત્ર પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ કરી રહયા છે. એવું ન વિચારો કે અદાલતે તમારી વિરૂદ્‌ઘ તેનું મન બનાવી લીધું છે, કે અમે હમણાં જ ચૂંટાયેલા અધિકારીની લાયકાત પર પ્રશ્ન કરી રહયા છીએ. એટર્ની જનરલે ફરી એકવાર કહયું, કોર્ટ માત્ર અરજદારની આશંકાઓના આધારે દખલ ન કરવી જાેઇએ. ચૂંટણી પંચ યોગ્ય રીતે કામ કરી રહયું નથી તેવું કહેવા માટે કંઇ થયું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.