Western Times News

Gujarati News

ભારત અમેરિકા પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરેઃ પૂર્વ સેના પ્રમુખ

નવીદિલ્હી, પૂર્વ આર્મી ચીફ જનરલ વિક્રમ સિંહે ભારતને અમેરિકાથી સાવધ રહેવાની સલાહ આપી છે. એસબીઆઈ બેંકિંગ અને ઈકોનોમિક કોન્ક્‌લેવ દરમિયાન જનરલ સિંહે કહ્યું હતું કે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા હજુ સુધી નજીકના સહયોગીઓ પ્રત્યે તેની વિશ્વસનીયતા સાબિત કરી શક્યું નથી. તેમણે કહ્યું કે ભારત ક્વાડ ગ્રુપિંગનું સભ્ય હોવા છતાં અમેરિકાથી સાવચેત રહેવું જાેઈએ.

તેમણે કહ્યું કે અમેરિકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સાથે તેના સંબંધો મજબૂત કર્યા છે. યુ.એસ. સાથે સાવધાની સાથે આગળ વધો, કારણ કે યુ.એસ.એ ક્યારેય પોતાને વ્યૂહાત્મક અને સંરક્ષણ સહયોગીઓ સાથે વિશ્વાસપાત્ર બનાવ્યું નથી.

૨૪મા આર્મી ચીફ અને ૩૧ મે, ૨૦૧૨ અને ૩૧ જુલાઇ, ૨૦૧૪ વચ્ચે સેવા આપતી જનરલ સિંહ એ યુએસ સાથે વ્યૂહાત્મક વ્યવહારમાં સાવચેતી રાખવાના તેમના આહ્વાનને સમજાવતા કહ્યું કે, યુ.એસ.એ વિયેતનામમાંથી પોતાની સેનાને બે વખત બહાર કાઢ્યા છે અને તાજેતરમાં અફઘાનિસ્તાનથી બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા તેના તમામ બાહ્ય સૈન્ય હસ્તક્ષેપમાં નિષ્ફળ રહ્યું છે અને તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે અમેરિકા તેના કામને અન્યને આઉટસોર્સ કરી રહ્યું છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.