Western Times News

Gujarati News

ઇજાગ્રસ્ત ગાયે પોતાનો જીવ બચાવવા હિંમતભેર સિંહ સામે બાથ ભીડી

પ્રતિકાત્મક

ગીર સોમનાથ, સામાન્ય રીતે સાવજના હાથે ચડેલો શિકાર દબોચાઈ જતો હોય છે પરંતુ ગીરમાં ડાલમથ્થા સિંહ સામે ગાયે બહાદુરી બતાવી હતી. અહીં ગાયની હિંમત જાેઈ સિંહે શિકાર કરવાનું માંડી વાળ્યું હતું. એક જાણકારી અનુસાર, ગીર નજીક જંગલમાં બે સાવજાે શિકારની શોધમાં હતા. ત્યાં બંને સિંહોઓને જંગલમાં ગાય નજરે પડતાં તેના પર હુમલો કર્યો હતો અને તેનું મારણ કરવા પ્રયાસ કર્યો હતો.

ડાલામથ્થાએ ગાય પર હુમલો કરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. પરંતુ આ બંને સિંહને કદાચ ખબર નહોતી કે આ બહાદુર ગાયનો તેઓને સામનો કરવો પડશે. વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે ગીરના વનરાજાએ ગાય પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી છે. તેમ છતાં ગાય હાર માનવા તૈયાર નથી. ઇજાગ્રસ્ત ગાયે પોતાનો જીવ બચાવવા હિમ્મતભેર સિંહ સામે બાથ ભીડી હતી.

બહાદુર ગૌમાતાએ શિંગડાના જાેરે સાવજાેને ઉભી પૂંછડીયે ભગાડ્યા હતા. આ જાેતા સોરઠના કવિ ઝવેરચંદ મેઘાણીની કવિતા ચૌદ વરસની ચારણ કન્યા જરૂર યાદ આવે. જેમાં એક ચૌદ વરસની બાળકી સિંહને દોડાવી રહી છે. તેમ ગાયે પણ બે સિંહોને ભગાડીને પોતાનો જીવ બચાવ્યો હતો. ગાયે મોત સામે લડી બંને સિંહોને ભગાડ્યા હતા. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.