Western Times News

Gujarati News

સેલવાસની આર આર કાબલ કંપનીમાં રકતદાન કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ) સેલવાસ, રક્તદાન જીવનદાન જેવું છે, જેથી દરેક સ્વસ્થ વ્યક્તિને બ્લડ ડોનેશન કરવું જાેઈએ. એવાં નિર્ધા૨ અને ૨૦૦ યુનિટનાં લક્ષ્યાંક સાથે આરઆર કાબેલ ઇંડસ્ટ્રીજ, રખોલીમાં આજે રક્તદાન કેમ્પ યોજાયો હતો. લાયંસ ક્લબ ઑફ સિલવાસાનાં ચેરમેન નીલમ જાવેરી, આરઆર કાબલનાં ડાયરેક્ટર રાજેશ જૈને બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન કર્યુ હતું. એચડીએફસી બેન્ક પણ એમાં સહભાગી બની હતી . આર આર કાબલ માં આ ૧૨મો બ્લડ ડોનેશન કેમ્પ હતો.

આર આર કાબલનાં ફેંકટરી ના મેનેજર સુરેશભાઈ કંપની મેનેજમેંટનાં સિદ્ધાર્થ ચાવડા, દિનેશ મિશ્રા, સુજીત સિંહ, સુરેશ વસાવા, જિજ્ઞેશ દેસાઈએ ઉપસ્થિત રહી ડોનરોનાં ઉત્સાહ વધાર્યો હતો. આ કેમ્પમાં અંદાજે ૧૧૨ યુનિટ બ્લડ એકત્ર થયું હતું . આર આર કાબલનાં દરેક કર્મચારીઓ એ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું . બ્લડ બેંક માં રેડક્રોસ બ્લડ બેંકનાં મેડિકલ સ્ટાફે સારી સેવા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.