Western Times News

Gujarati News

૨૫ ડિસેમ્બર બાદ ઠંડીનું જાેર વધશેઃ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા

અમદાવાદમાં સતત ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ગુરૂવારે ૧૦ શહેરોમાં ૧૫ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. આ સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, ગુજરાતમાં લધુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે.

તો અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે, ૨૫ ડિસેમ્બર બાદ ઠંડીનું જાેર વધશે. ૨૨થી ૨૫ ડિસેમ્બર સુધી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં ઠંડીની શરુઆત થશે.

હવામાનની વાત કરીએ તો, અમદાવાદમાં પણ સતત ચાર દિવસથી લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે. ગત રાતનાં નલિયામાં સૌથી નીચું ૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, ભૂજ, વડોદરા, પાટણ, રાજકોટ, ડીસા, જુનાગઢ તથા અમરેલીમાં ૧૫ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતુ.

અમદાવાદની વાત કરીએ તો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રણ દિવસ સુધીનું તાપમાન ૧૧થી ૧૩ ડિગ્રી રહેવાની આગાહી છે. ગુરુવારે અમદાવાદનું મહત્ત્મ તાપમાન ૨૯.૮ ડિગ્રી હતુ. જ્યારે ત્રણ દિવસ હવે ઠંડીમાં વધારો થવાની પુરેપુરી શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, આજથી ઠંડીનું જાેર વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે હૂંફાળા વાતાવરણનો અંત આવશે અને ઠંડીનો ચમકારો વધશે. છેલ્લા કેટલાક દિવસથી તો ગુજરાતનું વાતાવરણ સુકૂં હતુ પરંતુ હવે ઠંડી જામશે.

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું હતુ કે, ૨૫ ડિસેમ્બર બાદ ઠંડીનું જાેર વધશે. ૨૨થી ૨૫ ડિસેમ્બર સુધી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં ઠંડીની શરુઆત થશે. આ સાથે ૨૫થી ૩૦ ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડશે, જ્યારે માવઠું પણ થશે.

આ સાથે જ વારંવાર વાતાવરણાં પલટો આવશે. ૧૨ અને ૧૩ જાન્યુઆરી દરમિયાન દરિયા કિનારે ભારે પવન ફુકાશે અને હવામાનમાં પલટો આવશે. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે અને ૨૦ જાન્યુઆરીએ ઠંડી વધુ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.