Western Times News

Gujarati News

પવિત્ર તુલસીના ગુણ પણ અપાર

હિંદુ ધર્મમાં તુલસીના છોડને માતા તરીકે પૂજવામાં આવે છે. સંધ્યાટાણે તુલસીમાં દીવો કરવાનો રિવાજ છે. ધર્મમાં મહત્વ ધરાવતી તુલસી રોજિંદા જીવનમાં પણ ઉપયોગી નીવડે છે. તે સ્વાસ્થ્ય તેમજ સુંદરતા એમ બંને માટે ફાયદાકારક છે. ઘણા લોકો ચામાં તુલસી નાખી સેવન કરતાં હોય છે, તો વળી તેનો કાઢો બનાવીને શરદી, ઉધરસમાં પણ તે ફાયદાકારક છે. વાળ અને ત્વચા માટે પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે.

ત્વચાને વૃધ્ધ થતી અટકાવે છે : એક સંશોધનના અનુસાર, તુલસમાં એન્ટી-એજિંગ પ્રોપર્ટીઝ હોય છે આ તત્વ ત્વચાને અકાળે વૃદ્ધ થતી અટકાવે છે તેમજ ફાઈન લાઈન્સને દૂર કરવામાં મદદ કરે છે. ચહેરા પરના ડાઘ-ધાબા અને ખીલને દૂર કરે છે ચહેરા પરના ડાઘ-ધાબા અને ખેલને દૂર કરવામાં તુલસીનો ઉપયોગ કરી શકાય છે. તુલસીમાં એન્ટી-બેકટેરિયા પોષક તત્વ સમાયેલા હોય છે, જે ચહેરા પરના ડાઘાને મુક્ત કરવામાં મદદ કરે છે. તુલસીના પાનને વાટી તેની પેસ્ટ બનાવી તેમાં અડધો ચમચો દહીં ભેળવી ચહેરા પર લગાડવું. સુકાઈ જાય પછી હુંફાળા પાણીથી ધોઈ નાખવું. ચહેરો નિખરે છે. થોડો સમય કરવાથી ફાયદો જાેવા મળશે.

વાળમાંના ખોડાને દૂર કરે : નિષ્ણાંતના અનુસાર, તુલસીમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જે વાળમાંના ખોડાને દૂર કરે છે. વાળને મજબુત કરવા, તેમજ ખરતા અને સફેદ થતા અટકાવવા માટે પણ તુલસી સહાયક છે. તુલસીના તેલ અથવા તુલસીના અર્કનો ઉપયોગ કરી શકાય છે. કોપરેલને ગરમ કરી તેમાં તુલસીનું તેલ અથવા તો અર્ક ભેળવવો. આ મિશ્રણથી વાળમાં રાતના મસાજ કરવું અને સવારે વાળ ધોઈ નાખવા.

નેચરલ ઈમ્યુનિટી બૂસ્ટર : તુલસીમાં વિટામિન સી અને જિંક ભરપુરમાત્રામાં સમાયેલા હોય છે, જે એક નેચરલ ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે અને સંક્રમણને દૂર રાખે છે તેમાં એન્ટી-બેકટેરિયલ, એન્ટી-વાયરલ અને એન્ટી ફંગલ ગુણ સમાયેલા છે જે આપણી રોગપ્રતિરોધક શક્તિ વધારે છે.

શરદી-ઉધરસમાં રાહત : તુલસીમા સમાયેલા કેમ્ફીન, સિનેઓલ અને યુઝેનોલ છાતીમાં ઠડક અને જમાવને ઓછો કરવામાં સહાયક છે. તુલસીના પાનનો રસ મધ અને આદુ સાથે ભેળવીને પીવાથી બ્રોન્કાઈટિસ, દમ, ઈન્ફલુએન્ઝા, ઉધરસ અને શરદીમાં ગુણકારી છે.

કેન્સરથી રક્ષણ : તુલસીમાં સમાયેલા ફાર્ટિકેમિરલ્સમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ સમાયેલા છે જે ત્વચા, લીવર, મુખ અને ફેફસાના કેન્સરથી રક્ષણ કરવામાં સહાયક છે.
દાંત અને પેઢાને મજબુત કરે છે ઃ તુલસીમાં દાત અને પેઢાને મજબુત કરનારા ગુણ છે. આ ઉપરાંત તે મુખમાંના છાલા પર કામ કરે છે. તેમજ મુખના સ્વાસ્થ્યની દેખભાળ માટે ઉત્તમ છે.

તાણ અને થાકને દૂર કરે છે : રિપોર્ટના અનુસાર, તુલસીયુક્ત પીણુ પીવાથી તાણ અને થાક દૂર કરવામાં મદદ મળે છે. તુલસી શરીરને ડિટોકસીફાઈડ કરે છે અને તેમાં મૂત્રવર્ધક ગુણ હોય છે. જે શરીરમાં યૂરિક એસિડના સ્તરને ઓછું કરે છે. જેથી કિડનીમાં પથરી બનવાનું જાેખમ ઓછું થાય છે તેમજ યૂરિક એસિડ શરીરમાં ઓછું થતાં ગાઉટના રોગીઓને પણ રાહત મળે છે. વજન ઘટાડવામાં સહાયક ઃ વજન ઘટાડવાના પ્રયાસ કરતી વ્યક્તિ વ્યાયામ અને યોગ્ય ડાયટિંગ સાથે તુલસીના પાનના રસનો ફાયદો ઉઠાવી શકે છે. એક સંશોધનમાં પુરવાર થયું છે કે, તુલસીના રસનું સેવન શરીરના વજન અને ઈન્સ્યુલિનને નિયંત્રિત કરવામાં સહાયક છે.માથાના દુખાવાથી રાહત ઃ માથાનાન દુખાવાથી રાહત પામવા માટે તુલસીનો ઉપયોગ કરી શકાય છે. તુલસીના પાનયુક્ત ચા પીવાથી રાહત થાય છે.

ગળાની ખરાશ : ઠંડીની ઋતુમાં તુલસીનું સેવન ગળાને સ્વસ્થ રાખવા માટે કરી શકાય છે. ગળાની ખરાશ અથવા સામાન્ય તાવમાં તુલસીના રસનું સેવન કરી શકાય છે. કફને બહાર કાઢવામાં પણ તે ઉપયોગી છે. એક ગ્લાસ પાણીમાં તુલસીના પાન ઉકાળીને તેના કોગળા કરવા.

કબજિયાત : પેટ સાથે જાેડાયેલી સામાન્ય સમસ્યાઓમાં તુલસી લાભદાયક છે. તુલસીની બિયા કબજિયાતથી રાહત આપે છે. એક ગ્લાસ હુંફાળા પાણી સાથે બે ગ્રામ તુલસીના બિયાનું સેવન કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.