Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સલમાનનું નામ સાંભળીને ડેની ફિલ્મની ઠુકરાવી દેતો

મુંબઈ, ડેની ડેન્ઝોંગપા બોલિવૂડના ખૂબ જ વરિષ્ઠ અભિનેતા છે. તેઓ છેલ્લા ૫૦ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. ડેનીએ વર્ષ ૧૯૭૧માં ફિલ્મ ‘મેરે અપને’થી જે બોલિવૂડ સફર શરૂ કરી હતી તે હજુ પણ ચાલુ છે. તેની અત્યાર સુધીની બોલિવૂડની સફર શાનદાર રહી છે અને તે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઊંચાઈ’માં અમિતાભ બચ્ચન સાથે જાેવા મળ્યા હતા.

આજે તમને ડેની અને સલમાન ખાન સાથે જાેડાયેલી એક સાચી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, જ્યારે સલમાન ખાન ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો ત્યારે ડેનીએ સમયગાળામાં સેંકડો ફિલ્મો કરી લીધી હતી, એટલે કે તે સમયગાળામાં તેઓ સલમાન કરતા ઘણા સિનિયર હતા. સિનિયર હોવાને કારણે તેણે ઘણી શિસ્તનું પાલન પણ કર્યું.

આ દરમિયાન સલમાન અને ડેની બંને ૧૯૯૧માં આવેલી ફિલ્મ ‘સનમ બેવફા’માં સાથે કામ કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ડેની સમયસર સેટ પર પહોંચી ગયા હતો અને સલમાન ખાનની આવવાની રાહ જાેઈ રહ્યા હતા.

સલમાન મોડા આવવાને કારણે ડેની પણ લાંબા સમય સુધી તેની રાહ જાેવે છે અને જ્યારે સલમાન સેટ પર પહોંચ્યો ત્યારે ડેનીએ ફિલ્મના સેટ પર જ સલમાનને ઠપકો આપ્યો હતો.

કહેવાય છે કે, તે સમયે ડેનીએ સલમાનને બધાની સામે અનુશાસનનો પાઠ પણ ભણાવ્યો હતો. જાે રિપોર્ટ્‌સનું માનીએ તો ડેની સલમાનના આ વર્તનથી ખૂબ ગુસ્સે હતો અને તેણે ‘સનમ બેવફા’ પછી ૨૩ વર્ષ સુધી સલમાન સાથે કામ કર્યું ન હતું. આ દરમિયાન જ્યારે પણ ડેનીને ફિલ્મની ઑફર્સ આવતી અને તેને ખબર પડી કે સલમાન તેમાં છે તો તે તે ઑફર ફગાવી દેતો હતો.

ડેની પોતાના સિદ્ધાંતોમાં ઘણા મક્કમ હતા, તેઓ પોતાની શરતો પર જ ફિલ્મોમાં કામ કરતા હતા. આખરે, બંનેનું પેચ અપ થયું અને પછી બંને ૨૦૧૪ની ફિલ્મ ‘જય હો’માં સાથે કામ કરતા જાેવા મળ્યા, જાેકે આમાંથી એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર બતાવી શકી ન હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન તેની બે મોટી ફિલ્મો ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ અને ‘ટાઈગર ૩’માં વ્યસ્ત છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers