Western Times News

Gujarati News

ઈસરો-માઈક્રોસોફટની જુગલબંધીથી અંતરીક્ષમાં વાગશે ભારતનો ડંકો

સ્ટાર્ટ અપ કંપનીઓ તેમના બિઝનેસ ચલાવવા માટે જરૂરી ટેકનિકલ સાધનો અને સંસાધનો મેળવી શકશે. ઈસરોના વડા એસ.સોમનાથ કહે છે કે આ કરારથી સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટ-અપ કંપનીઓને ઘણો ફાયદો થશે કારણ કે તેઓ ડીપ લર્ન્િંાગ, મશીન લર્ન્િંાગ અને એઆઈ જેવી અદ્યતન તકનીકો દ્વારા વિવિધ એપ્લીકેશન્સમાં ઘણા બધા સેટેેલાઈટ ડેટાનું વિશ્લેષણ અને પ્રક્રિયા કરી શકશે
છેલ્લા કેટલાંક વર્ષોમાં અવકાશ ક્ષેત્રમાં ખુબ જ ઝડપી પ્રગતિ થઈ છે. આનુ સૌથી મોટું કારણ તેમાં પ્રાઈવેટ સેકટરનું આવવું છે. જેણે અમેરીકામાં નાસાને માત્ર વેગ આપ્યો જ નહીં પરંતુ હવે વિશ્વના અન્ય દેશો પણ સ્પર્ધામાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આનાથી પ્રેરીત થઈને ભારતની સ્પેસ એજન્સી ઈસરો એટલે કે ઈન્ડીયન સ્પેેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશને પણ દેશના અંતરીક્ષ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે. તાજેતરમાં જ ભારતે ખાનગી ક્ષેત્રમાં વિકસિત રોકેટનું પ્રથમ પરિક્ષણ કર્યુહ તુ. હવે ઈસરોએ ે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વિશ્વની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક માઈક્રોસોફટ સાથે હાથ મિલાવ્યા છે.
ઈસરો અને માઈક્રોસોફટ વચ્ચેનો કરાર ભારતમાં સ્પેસ ટેકનોલોજી સંબંધિત સ્ટાર્ટઅપને ટેકો આપવા માટેે કામ કરેશે. આ માટે બંન્ને વચ્ચેેે તાજેતરમાં જ મેમોરેન્ડમ ઓફ એન્ડરસ્ટેન્ડીંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ‘ઈસરો’ અને માઈક્રોસોફટ બંન્ને માને છે કે આનાથી દેશભરમાં સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપસની તાકાતમાં વધારો થશે.
આ નવા કરાર મુજબ ઈસરો નવી સ્પેસ્‌ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને ઓળખવા માટેેે કામ કરશેે અને તેમને માઈક્રોસોફટ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સે હબ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. જેે સ્ટાર્ટઅપથી યુનિકોર્ન બનવા સુધીની તેમની સફરના દરેક તબક્કેેે સપોર્ટ પ્રદાન કરશે. આનાથી તેમને તેમના ટેકનિકલ વિકાસમાં ઘણી મદદ મળશે.
સ્ટાર્ટઅપ કંપનીઓ તેમના બિઝનેસ ચલાવવા માટે જરૂરી ટેકનિકલ સાધનો અને સંસાધનો મેળવી શકશે. ઈસરોના વડા એસ.સોમનાથ કહે છે કે આ કરારથી સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટ અપ કંપનીઓને ઘણો ફાયદો થશે. કારણ કે તેઓ ડીપ લર્ન્િંાગ, મશીન લર્ન્િંાગ જેવી અદ્યતન તકનીકો દ્વારા વિવિધ એપ્લીકેશન્સમાં ઘણા બધાં સેટેલાઈટ ડેટાનું વિશ્લેષણ અને પ્રક્રિયા કરી શકશે.
સોમનાથ વધુમાં કહે છે કે માઈક્રોસોફટ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ હબ એ એક ઉપયોગી પ્લેટફોર્મ છે. જેમાં સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર રાષ્ટ્રીય અવકાશ તકનીક ઈકોસિસ્ટમને ટેકો આપવા માટે એક સાથે આવી શકે છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ ખુશ છે કે બંન્ને દેશના ઉદ્યોગ સાહસિકોને સહકાર અને સમર્થન આપવા માટેેે કામ કરશે.
ઘણા સાધનો ઉપલબ્ધ થશે એવી પણ અપેક્ષા છે કે જેનાથી સમગ્ર ભારતીય અર્થતંત્રનેેે. મદદ મળશે. આ સહયોગ સ્ટાર્ટઅપ્સનેેે છોડી જવા ટોચના વિકાસકર્તાઓ, ઉત્પાદકતા સાધનો જેમ કે ગીટ હબ એન્ટરપ્રાઈઝ, વિઝ્‌યુલ સ્ટુડીયો એન્ટરપ્રાઈઝ, માઈર્કોસોફટ ૩૬પ અને પાવર બી-૧ અને ડાયનામિક્સ ૩૬પ સાથે સ્માર્ટ એનાલીટીક્સનો એક્ષેેસ આપશે.
માઈક્રોસોફટને પણ આ ડીલથી ઘણી આશા છે. માઈક્રોસોફટ ઈન્ડીયાના પ્રેસિડેન્ટ અનંત મહેશવરી માને છે કે સ્પેેસ ટેક સ્ટાર્ટ અપ ભારતમાં ટેકનોલોજીકલ પાવર દ્વારા દેશની સ્પેસ ક્ષમતાઓને વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ઈસરો સાથેનો આ કરાર અવકાશની શક્યતાઓનેે બોલાવવાનું કામ કરશે.
માઈક્રોસોફટ તેના ટેકનોલોજી ટુલ્સ, પ્લેટફોર્મ્સ અને મેન્ટરશિપની તકો દ્વારા દેશના સ્પેસ ટેંેક સ્ટાર્ટઅપ્સમાં નવીનતા અને નવી વૈજ્ઞાનિક શોધોને વેગ આપવા માટે કામ કરશે. આમાં તે સ્પેસ એન્જીનિયરીંગથી લઈનેે ક્લાઉડ, ટેકનોલોજી, પ્રોડકશન અને ડીઝાઈનર્સ, ફંડ રેઈઝીંગ અને સેલ્સ એન્ડ માર્કેટીંગમાં સહયોગ કરશે. આનાથી કંપનીઓને ઉદ્યોગ અને ગ્રાહકો સાથે જાેડાવામાં મદદ મળશે.
ર૦ર૦ અને ર૦ર૧માં ભારત સહિત વિશ્વભરમાં કોવિડ-૧૯ રોગચાળાને કારણે સંશોધન કાર્ય પ્રભાવિત થયુ હતુ. જેમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, અસ્પૃશ્ય રહી શક્ય નહોતુ. અને તેના ઘણા મહત્વાકાંક્ષી અભિયાન કાર્યક્રમોનેે રોકી દેવામાં આવ્યા હતા.
ર્ર૦રરમાં જ્યારે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થવા લાગી ત્યોર ઈસરોનું કામ પણ વધી ગયુ છે.અને હવે આપણે આશા રાખી શકીએ છીએ કે વર્ષ ર૦ર૩માં વિશ્વ ભારતના કેટલાંક મોટા મહત્ત્વપુર્ણ મિશન લોંચ કરવામાં આવશે. તેમાંથી સૌથી અગ્રણી ગગનયાન અભિયાનનો પ્રથમ તબક્કો હશે. જે ભારતથી શરૂ થનાર દેશનું પ્રથમ માનવસહિત અવકાશ મિશન છે.
વર્ષ ર૦રર માં પણ ઈસરોએ ઘણા મોટા કાર્યો અથવા સિધ્ધીઓ હાંસલ કરી હતી. પરંતુ તેેે સપાટી પર દેખાતી સિધ્ધીઓ નહોતી. તેમ છતાં તે ચોક્કસપણેે મોટી સિધ્ધીઓ હતી. આમાં ગગનયાન માટે ઘણા પ્રકારના પરીક્ષણો પર કામ કરવામાં આવ્યુ હતુ. આ સિવાય ઈસરો એ દેશમાં અવકાશ ઉદ્યોગના વિકાસમાં યોગદાન આપવા માટે ખાનગી ક્ષેેત્રની ઘણી કંપનીઓને સામેલ કરી, દેશના પ્રથમ ખાનગી રીતેેે વિકસિત રોકેટનું લોન્ચીંગ આનું ઉદાહરણ છે.
હાલમાં માત્ર અમેરીકા અને યુરોપે જે ઉંડા અવકાશ સંશોધનની શ્રેણીમાં સૂર્યનો અભયાસ કરવા માટે તેમના અભિયાનો મોકલ્યા છે. સૂર્યના ઘણી પ્રક્રિયાઓ અને પ્રણાલીઓનો અભ્યાસ કરવા માટે પૃથ્વીની બહાર જઈને અવલોકન કરવુ ખુબ જ જરૂરી છે. કારણ કે પૃથ્વી પરથી ઘણા અવલોકનો થઈ શકતા નથી. એટલા માટે ભારતના ઈસરોનું આદિત્ય એલ-૧ અભિયાન ર૦ર૩ માં શરૂ કરવામાં આવશે જેેે લેગ્રેેન્જ પોઈન્ટ ૧ પર સ્થાપિત થશે.
ઈસરોએ પોતે ખાનગી ક્ષેત્રની નાનો ઉપગ્રહ પ્રક્ષેપણ ક્ષમતા પર ઘણું કામ કર્યુ છે. અને હવે તે ખાનગી ક્ષેત્રનેે પણ તેની સેવાઓ પ્રદાન કરવા માટે તૈયાર છે. ગયા વર્ષેે, ઈસરોએ સ્કાયરૂટ એરોસ્પેસ નામનું ખાનગી ક્ષેત્રનું પ્રથમ વાહન સફળતાપૂર્વક અવકાશમાં મોકલ્યુ હતુ. આ વર્ષે ખાનગી ક્ષેત્રને ઝડપથી વિકાસ થવાની ધારણા છે. અને ભારત સરકારેે ઈસરો સાથે મળીને આ દીશામાં ઘણા જરૂરી પગલાં લીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.