Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સ્ટેડિયમ નજીકથી ક્રાઈમ બ્રાન્ચે 4 કાશ્મીરના શકમંદોની અટકાયત કરી

File

અટકાયત કરેલા યુવકો કાશ્મીરના હોવાનું જાણવા મળ્યું

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરીઝનો ત્રીજાે મેચ રમાનાર છે. આજે સ્ટેડિયમ નજીક શહેર ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરતા ૪ યુવકોની અટકાયત કરી છે. સુત્રોમાંથી મળતી માહિતી મળતી મુજબ આજે સ્ટેડિયમ પાસેથી જ અટકાયત કરેલા યુવકો કાશ્મીરના હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરીઝનો ત્રીજાે ટી૨૦ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. આવતી કાલે ટી ૨૦ની ક્રિકેટ મેચ રમાવવાની હોવાથી સ્ટેડિયમ પર તૈયારીમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકથી શંકાસ્પદ પ્રવૃત્તિનાં આધારે ૪ યુવકોની અટકાયત કરવામાં આવી હતી. સુત્રોમાંથી મળતી વિગત મુજબ આ યુવકો કાશ્મીરના હોવાનું જાણવા મળ્યુ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers