Western Times News

Gujarati News

ગ્રેમી એવોર્ડમાં ફરી ભારતનો દબદબો

ગ્રેમી એવોર્ડમાં ફરી ભારતનો દબદબો, રિકી કેઝે જીત્યો ત્રીજાે એવોર્ડ

નવીદિલ્હી,વર્ષ ૨૦૨૩નો મોસ્ટ અવેઇટેડ મ્યુઝિક એવોર્ડ કાર્યક્રમ ગ્રેમી એવોર્ડ્‌સમાં ફરી એકવાર ભારતે બાજી મારી છે. બેંગ્લોરના રહેવાસી અને સંગીતકાર રિકી કેઝે પોતાનો ત્રીજાે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રિકીએ તેમના આલ્બમ ડિવાઇન ટાઇડ્‌સ માટે આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

રિકી કેજે જીત્યો એવોર્ડ રિકી કેજે જીત્યો એવોર્ડ અમેરિકન મૂળના સંગીતકારે પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ ધ પોલીસના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે એવોર્ડ શેર કર્યો હતો. સંજાેગોવશાત્‌,સ્ટુઅર્ટ કોપલેન્ડે આ આલ્બમમાં રિકી સાથે કોલબ્રેટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ricky Kej (@rickykej)

૬૫મા ગ્રેમી એવોર્ડ્‌સમાં, બંનેએ શ્રેષ્ઠ ઇમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાંગ્રામોફોન ટ્રોફી જીતી હતી.
આ વર્ષે પ્રથમ એવોર્ડ જીત્યો જાણીતા સંગીતકાર રિકી કેજે વર્ષ ૨૦૧૫માં તેમના આલ્બમ ‘વિન્ડ્‌સ ઓફ સમસારા’ માટે પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો હતો.

૨૦૧૫ માં આસન્માન મેળવ્યા પછી, રિકીને ફરી એકવાર વર્ષ ૨૦૨૨ માં ‘ડિવાઇન ટાઇડ્‌સ’ આલ્બમ માટે ‘બેસ્ટ ન્યૂ એજ આલ્બમ’ની કેટેગરીમાં સ્ટુઅર્ટકોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. અહેવાલો અનુસાર,રિકીએ વિશ્વના ૩૦ દેશોમાં કુલ ૧૦૦ સંગીત એવોર્ડ જીત્યા છે.

રિકીને તેના કામ માટે યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ હ્યુમેનિટેરિયન આર્ટિસ્ટ અનેભારતના યુથ આઈકન માટે નામાંકિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલા તેમના લોકપ્રિય આલ્બમ ‘ડિવાઇન ટાઈડ્‌સ’માં નવગીતો અને આઠ મ્યુઝિક વીડિયાનો સમાવેશ થાય છે.hm1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.