Western Times News

Gujarati News

YouTube જાેઇ રહેલા યુવકના મોબાઇલમાં વિસ્ફોટ થઇ આગ લાગી

અમરેલી, ફરી એક વખત મોબાઇલમાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. અમરેલીમાં એક યુવકના હાથમાં મોબાઇલ ફોન હતો, ત્યારે જ અચાનક ફોનમાં વિસ્ફોટ થયો હતો. આટલું જ નહીં, વિસ્ફોટ બાદ મોબાઇલના પાછળના ભાગમાં આગ પણ લાગી હતી.

આ સમગ્ર ઘટનામાં યુવકને હાથમાં ભાગમાં ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. મોબાઇલ ફોનમાં વિસ્ફોટ થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે મોબાઇલ યુઝર્સે ખાસ સાવચેતી રાખવાની પણ જરૂર છે. અમરેલીના જાફરાબાદના નાગેશ્રીના જૂના પાદરામાં મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. મોબાઇલમાં વિસ્ફોટ એવા સમયે થયો, જ્યારે યુવકના હાથમાં જ ફોન હતો.

અચાનક જ મોબાઇલ ફોનમાં વિસ્ફોટ થયો હતો. ઘડાકા સાથે મોબાઇલમાં વિસ્ફોટ થયા બાદ મોબાઇલના પાછળના ભાગમાં આગ લાગી હતી.

મોબાઇલ યુઝર યુવકનું કહેવું છે કે, તે પોતાના મોબાઈલમાં યુટ્યુબ અને ફેસબુક જાેઇ રહ્યો હતો, ત્યારે જ અચાનક મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. તે બાદ અચાનક મોબાઈલના પાછળના ભાગે આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે, મોટાભાગે મોબાઇલ ફોનમાં બેટરી ફાટી હોવાનું સામે આવતું હોય છે. ડેમેજ બેટરીના કારણે ફોનમાં આગ અથવા અચાનક વિસ્ફોટ થવાની ઘટનાઓ બનતી હોય છે.

ઘણી વખત હાથમાંથી ફોન નીચે પાડી જતો હોય છે, જેના લીધે બેટરીને નુકસાન પહોંચતું હોય છે. જેનાથી શોર્ટસર્કિટ, ઓવરહીટિંગ થઈ શકે છે. જાે તમારી બેટરી ખરાબ થઈ ગઈ છે તો મોટાભાગના મામલામાં તે ફૂલી જાય છે. જેનાથી રિયર પેનલને જાેઈને ઓળખી શકાય છે.

આ બેટરી બ્લાસ્ટની ઘટનાઓ થવાના સૌથી સામાન્ય કારણોમાંથી એક છે. કંપની યુઝર્સને ઓફિશયલ ચાર્જરનો જ ઉપયોગ કરવાની સલાહ આપે છે. પરંતુ મોટાભાગે લોકો આમ નથી કરતા હોતા. પ્રોપરાઈટરના ચાર્જના ઉપરાંત કોઈ અન્ય ફોનને ચાર્જ કરવું હંમેશા જાેખમભર્યુ હોઈ શકે છે અને એવું એટલા માટે કારણ કે થર્ડ-પાર્ટી ચાર્જર્સમાં મોબાઈલ ડિવાઈસ માટે જરૂરી સ્પેક્સની કમી હોય છે.

મોટાભાગના મામલામાં, સસ્તા અને અપ્રમાણિત ચાર્જર ફોનને ગરમ કરે છે અને બેટરી સહિત ઈન્ટરનલ કમ્પોનેન્ટ્‌સને નુકસાન પહોંચાવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.