Western Times News

Gujarati News

બિગ બોસ ફેમ ૧૯ વર્ષની Sumbul Touqeer ખરીદ્યું નવું ઘર

મુંબઈ, Sumbul Touqeerને Bigg Boss 16માં ઘણો પ્રેમ મળ્યો. આ શોમાં તેણે પોતાના ફેન્સને પોતાના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો.

શોમાં ચાહકોએ જાેયું કે સુમ્બુલ ખરેખર ખૂબ જ સુંદર અને સરળ છોકરી છે. જેણે નાની ઉંમરમાં ઘણું પ્રાપ્ત કર્યું છે. તે ભલે બિગ બોસ ૧૬નો તાજ જીતી શકી ના હોય, પરંતુ તેણે જીવનમાં ઘણી સફળતા મેળવી છે. આ શો બાદ તેની પાસે બેક ટુ બેક કામની ઘણી ઓફર આવી છે. 19-year-old Sumbul Touqeer bought a new house

હવે સુમ્બુલ તૌકીર ખાને પોતે નવું ઘર ખરીદવાની માહિતી આપી છે. હા, ઇમલીથી ઘરે-ઘરે જાણીતી થયેલી સુમ્બુલે તેના પિતા અને બહેન માટે એક સુંદર ઘર લીધું છે. સુમ્બુલ તૌકીર ખાને એક વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું – નવું ઘર. હાલમાં કામગીરી ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sumbul Touqeer (@sumbul_touqeer)

તમારા વિચારો મોકલો. સુમ્બુલે વીડિયોમાં જણાવ્યું કે તેણે નવું ઘર ખરીદ્યું છે. હાલમાં તે તેના ઘરને સજાવી રહી છે. વીડિયોમાં તેના પિતા પણ દેખાય છે. હાલમાં ઘરમાં સજાવટનું કામ ચાલી રહ્યું છે. સુમ્બુલનું નવું ઘર ખરીદવાની ખુશી મળતાં તેના ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. તેમણે સુમ્બુલને અભિનંદન આપવાનું શરૂ કર્યું. સૌએ આ સફળતા માટે ૧૯ વર્ષની સુમ્બુલને અભિનંદન પાઠવ્યા હતા.

તેને જીવનમાં આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી. સુમ્બુલે બાળપણમાં ડાન્સ શોમાં અભિનેત્રી તરીકે અને પછી ઇમલીમાં કામ કર્યું. સુમ્બુલના માતા-પિતાના વર્ષો પહેલા છુટાછેડા થઈ ગયા હતા. જ્યારે તે ૬ વર્ષની હતી, ત્યારે તેના માતા-પિતાએ અલગ થવાનું નક્કી કર્યું.

સુમ્બુલને એક નાની બહેન પણ છે. બંનેનો ઉછેર પિતાએ કર્યો છે. જ્યારે ‘ઈમલી’ સીરિયલ સાથે છેડો ફાડી વિવાદાસ્પદ રિયાલિટી શોના ઘરમાં એન્ટ્રી મારનારી સુમ્બુલ તૌકીર ફિનાલેના બે અઠવાડિયા પહેલા જ આઉટ થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.