Western Times News

Gujarati News

Accident:દિલ્હીથી બિહાર જતી બસ પલટી જતાં ત્રણનાં મોત, ૨૨ ઘાયલ

મથુરા, રવિવારે મોડી રાત્રે મથુરા જિલ્લાના સુરીર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના Yamuna Express way પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દિલ્હીથી બિહાર જઈ રહેલી બસ બેકાબૂ થઈને પલટી ગઈ હતી. બસ પલટી જતાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા જ્યારે બસમાં સવાર ૨૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘાયલમાંથી ૬ લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે આગ્રા રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો અને ડીએમ, એસએસપી સહિત પોલીસ અને યમુના એક્સપ્રેસ વેના સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે બસ ડ્રાઈવર દારૂના નશામાં હતો જેના કારણે તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો

અને બસ તેજ ઝડપે બેકાબૂ થઈને યમુના એક્સપ્રેસ વેના ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. અકસ્માત બાદ યમુના એક્સપ્રેસ વે પર હોબાળો મચી ગયો હતો. અનેક એમ્બ્યુલન્સ મારફત ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા ૬ લોકોને આગ્રા રિફર કરવામાં આવ્યા હતા. મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.