Western Times News

Gujarati News

રખડતા ઢોર મામલે ૧પ૧ એફઆઈઆર રૂ.ર૭.૭૭ લાખનો દંડ વસુલાયો

હાઈકોર્ટ સમક્ષ અમદાવાદ મ્યુ.કોર્પો.વતી રજુ કરવામાં આવેલું સોગંદનામું

(એજન્સી)અમદાવાદ, રખડતા ઢોરના મામલે અમદાવાદ મ્યુ.કોર્પો દ્વારા હાઈકોર્ટ સમક્ષ એક સોગંદનામું કરીને અમદાવાદ શહેરમાં કરેલી જુદી જુદી કામગીરી જણાવવામાં આવી હતી. જેમાં ગેરકાયદે દબાણ રખડતા ઢોર પાર્કીગ જેવી બાબતો સામે કરેલી કાર્યવાહીનો અંદાજ રજુ કરાયો હતો. કોર્પોરેશને જણાવ્યું હતું કે, શહેરમાં ૧-૧ર-ર૦ર૩ થી ૩૧-૧-ર૦ર૩ સુધી કુલ ૩૯૧૩ રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. અને કલ ૧પ૧ એફઆઈઆર થઈ છે. તથા રૂ.ર૭.૭૭ લાખનો દંડ વસુલાયો છે.

વધુમાં જણાવવામાં આવ્યું હતુું કે, ૬૯પ ઢોરને આરએફઆઈડી ટેગ લગાવવામાં આવ્યા છે. જયારે કે ગેરકાયદે પાર્કીગ અને દબાણ મામલે પણ એએમસી એ ૭ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે સાત ઝોનમાંથી કુલ ૧૧પ૪ ગેરકાયદે લારી-ગલ્લાં હટાવવામાં આવ્યા છે.શહેરમાંથી ૯૪૮૬ ગેરકાયદેસર લગાવવામાં આવ્યા છે. અંદાજે ૩૩૭ ગેરકાયદે પાર્કીગ હટાવાયા છે. અને ર૧૪૯૦ અન્ય પ્રકારના દબાણોને પણ દુર કરવામાં આવ્યા છે.

શહેરમાં ફેરીયાઓ મામલે પણ એએમસીની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એએમસી એ કુલ ૬ર,૧૦૦ ફેરીયાએ પૈકી ૪૪,૮૧૦ ફેરીયાઓને આઈ-સીએઆરડી ઇસ્યુ કર્યા છે. જયારે બીજા ૧૭,ર૯૦ ફેરીયાયઓને કાર્ડ આપવાના બાકી છે. રોડ-રસ્તાના સમારકામ મુદે રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રે રીતથી રોડ રસ્તાનું રીપેરીગ કરવામાં આવી રહયું છે. જેમાં હોટ મીકસ અને માઈક્રો સરફેસીગની પદ્ધતિનો ઉપયોગ કરાઈ રહયો છે. શહેરના વિવિષ ઝોનમાં ર૯,૩૦,૦૯૧ મેટ્રીક ટન હોટ મીકસ વાપરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.