Western Times News

Gujarati News

કપિલ શર્માની ફિલ્મ Zwigatoનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, કોમેડિયન કપિલ શર્મા દર્શકોને ટીવી પર હસાવ્યા બાદ મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. વર્ષો પહેલા તેની ફિલ્મ આવી હતી ‘Kis Kis Ko Pyaar Karu’, જે તદ્દન ફ્લોપ રહી હતી. તેમાં તે ફુલ-ટુ કોમેડી કરતો જાેવા મળ્યો હતો. રોમેન્ટિંક-ડ્રામા ફિલ્મ કર્યા પછી હવે તે એક ઈમોશનલ એંગલની મૂવીમાં જાેવા મળવાનો છે, જે ૧૭ માર્ચએ થિયેટર્સમાં રિલીઝ થશે. Kapil Sharma’s movie Zwigato trailer released

આ ફિલ્મનું નામ છે Zwigato અને તેને નંદિતા દાસે ડાયરેક્ટ કરી છે. આજે તેનું ટ્રેલર રિલીઝ થયું છે, જેના પર લોકોના જબરજસ્ત રિએક્શન આવી રહ્યા છે. કપિલ શર્મા અને શહાના ગોસ્વામી ઝિ્‌વગાટો મૂવી એક ફૂડ ડિલીવરી બોયની કહાની છે.

લોકડાઉન દરમિયાન તેની સ્થિતિ શું થઈ ગઈ હતી, તેને આ મૂવીમાં અસરકારક રીતે દર્શાવાયું છે. ૨ મિનિટ ૦૭ સેકન્ડના ટ્રેલરમાં કપિલ એક ફેમિલી મેન બન્યો છે. જેને પત્ની અને બે બાળકો છે. વધુ ડિલીવરી કરી વધુ ઈન્સેન્ટિવ્સ અને વધુ ગોલ અચીવ કરવાના ચક્કરમાં તે સતત દોડતો રહેતો હોય છે. પણ નસીબ તેને સાથ નથી આપતું અને એવામાં લોકો પોતાના ઓર્ડર્સ કેન્સલ કરવા લાગી જાય છે.

આર્થિક તંગીમાંથી બહાર નીકળવા માટે તેની પત્ની પણ નોકરી કરવા લાગે છે. જાેકે, અંતે તેમના જીવનમાં કેવા વળાંકો આવે છે, એ તો મૂવી જાેવા પછી જ ખબર પડશે.

તે પહેલા જાણીએ ટિ્‌વટર પર લોકો શું કહી રહ્યા છે? કપિલની મૂવીનું ટ્રેલર ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ છે. હવે ૧ માર્ચે સમગ્ર દુનિયા સામે આ ટ્રેલર રજૂ કરાયું છે. તેના ટ્રેલરને જાેયા પછી લોકો કપિલ અને મેકર્સની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.