Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભાભીજી..નાં અંગુરીભાભીના ૧૯ વર્ષના લગ્ન જીવનનો અંત

નવી મુંબઇ, ટીવી સિરિયલ ‘ભાભી જી ઘર પર હૈં’ થી લોકોના દિલમાં રાજ કરતી ‘અંગૂરી ભાભી’ નો રોલ કરનાર અભિનેત્રી શુભાંગી અત્રે અને તેના પતિ પીયૂષ પુરેના ૧૯ વર્ષના લગ્નજીવન અંત આવ્યો છે. શુભાંગીએ પોતાના ટીવી કરિયરની શરૂઆત ૨૦૦૬માં સીરિયલ ‘કસૌટી જિંદગી કી’ સાથે કરી હતી. ‘કસ્તૂરી’, ‘ચીડિયા ઘર’ સહિત કેટલીય સીરિયલોમાં તે જાેવા મળી ચૂકી છે.

“ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો રોલ કરતી અભિનેત્રીએ પતિ સાથે ડિવોર્સની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યુ કે ‘લગભગ છેલ્લા એક વર્ષથી બંન્ને સાથે રહેતા નથી, ઉપરાંત લગ્નજીવન બચાવવાના બંન્નેએ સંપૂર્ણ પ્રયાસો કર્યા હતા પરંતુ પરિસ્થિતી વધારે બગડી ગઈ હતી. આદર, વિશ્વાસ અને મિત્રતાએ મજબૂત લગ્નજીવનનો મહત્વનો પાયો છે.
તેના પતિથી અલગ થવા વિશે વાત કરતા શુભાંગીએ કહ્યું કે, ‘તેને અને તેના પતિને સમજાયું કે તેઓ તેમના મતભેદોને ઉકેલી શકતા નથી. જેના કારણે અમે એકબીજાથી દુર રહેવાનુ નક્કી કર્યું અને અમારા અંગત જીવન અને કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ર્નિણય કર્યો

શુભાંગીએ પણ કહ્યું કે, તેના માટે આ ર્નિણય પર પહોંચવું બહુજ કઠીન હતુ. તેના માટે હંમેશા પરિવાર જ પ્રથમ પ્રાથમિકતા છે અને દરેક વ્યક્તિ ઇચ્છતો હોઈ છે કે, તેમનો પરિવાર તેમની આસપાસ હોય પરંતુ કેટલાક નુકસાનની ભરપાઈ કરી શકાતી નથી. જ્યારે ઘણા વર્ષો બાદ કોઈ સંબંધ તૂટી જાય છે ત્યારે તે માનસિક અને ભાવનાત્મક રીતે માણસને અસર કરે છે..’

શુભાંગી અત્રે અને પિયુષ પુરેને ૧૮ વર્ષની પુત્રી છે જેને લઈને દંપતીએ મોટો ર્નિણય લીધો છે. શુભાંગીએ પુત્રી વિશે કહ્યું કે, તે માતા અને પિતા બંનેના પ્રેમની હકદાર છે અને પીયૂષ દર રવિવારે તેને મળવા આવે છે અને તે નથી ઈચ્છતી કે દીકરી તેના પિતાના પ્રેમથી વંચિત રહે. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers