Western Times News

Gujarati News

ઐશ્વર્યાને લોકોએ યાદ અપાવ્યું પતિનું ફ્લોપ કરિયર

મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ ચાલી રહ્યું હોવાની વાત જગજાહેર છે. સ્ટારકિડ્‌સને જલ્દીથી ફિલ્મો મળી જાય છે જ્યારે જેમને કોઈ ગોડફાધર નથી અથવા જેઓ કોઈ પણ પ્રકારના ફિલ્મી બેકગ્રાઉન્ડ વગર ઈન્ડસ્ટ્રીમાં આવ્યા છે તેમને વધારે સંઘર્ષ કરવો પડે છે.Aishwarya Rai Bachchan

ઘણી કેસમાં સારી એક્ટિંગ કરતાં હોવા છતાં તેમને ફિલ્મો મળતી નથી. ઘણા સમય પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાયે પણ આ જ મુદ્દો ઉખેળ્યો હતો અને આલિયા ભટ્ટને મળેલા ખાસ લાભ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તેને શરૂઆતથી જ કરણ જાેહરને ખૂબ સપોર્ટ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટારકિડ્‌સને લોન્ચ કરવા બદલ આ ફિલ્મમેકર અવારનવાર ટ્રોલ થતો રહે છે. ઐશ્વર્યા રાયનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે આલિયા ભટ્ટને આપવામાં આવી રહેલી તક વિશે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

આ વીડિયો ૨૦૧૮નો છે, જ્યારે તે પોતાની ફિલ્મ ‘ફન્ને ખાન’નું પ્રમોશન કરી રહી હતી. વીડિયોમાં તે કહી રહી છે કે ‘આ તેના માટે શાનદાર છે. એક પ્રકારનો સપોર્ટ કરણ જાેહરે શરૂઆતથી તેને આપ્યો છે.

એક કમ્ફર્ટની સાથે તેને એસ્ટાબ્લિશમેન્ટ મળ્યું છે, કારણ કે તમે જાણો છો કે આ મુશ્કેલ નથી. આ તમારી સાથે લાંબા સમયથી થઈ રહ્યું છે. તે અદ્દભુત છે, જ્યારે એક એક્ટર તરીકે તમે જાણતા હો કે આગળ પણ તમને તક મળવાની છે. સૌથી સારી વાત તો એ છે કે તે પણ સારું કામ કરી રહી છે.

આ વીડિયો વાયરલ થયા બાદ કોમેન્ટ સેક્શનમાં ડિબેટ શરૂ થઈ હતી. એક યૂઝરે લખ્યું હતું ‘તે હકીકત જણાવી રહી છે, તો એક યૂઝરનું કહેવું હતું ‘તેણે ખૂબ અલગ જ રીતે સાચી વાત કહી દીધી’, તો અન્ય એકે લખ્યું હતું ‘તેણે પોઝિટિવ રીતે આલિયાને ટ્રોલ કરી’.

જાે કે, કેટલાક આલિયાના સપોર્ટમાં આવ્યા હતા અને ઐશ્વર્યાને ટ્રોલ કરતાં તેની સફળતાથી ‘ઈર્ષ્યા’ આવી રહી હોવાનું કહ્યું. કેટલાક તો તેના પતિ અભિષેક બચ્ચનનું નામ વચ્ચે લાવ્યા હતા અને લખ્યું હતું ‘તેને પણ છેલ્લા બે દશકાથી તક મળી રહી છે.

પરંતુ તે આલિયા ભટ્ટની જેમ ક્યારેય સ્ટાર બની શક્યો નહીં. તેની ઈર્ષ્યા કરવાનું બંધ કર’. એકે લખ્યું હતું ‘કેટલાકને સારી તક મળે છે પરંતુ તેઓ પોતાને સાબિત કરી શકતા નથી. જેમ કે તેના પતિને પણ ઘણી તક મળી પરંતુ એક હિટ ફિલ્મ આપી શક્યો નહીં.

આલિયા ટેલેન્ટેડ એક્ટર છે અને તેનું કામ ઘણું કહી જાય છે. કરણ જાેહરે ૨૦૧૨માં આવેલી પોતાની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી આલિયા ભટ્ટને લોન્ચ કરી હતી.

આ ફિલ્મ બોક્સઓફિસ પર કમાલ કરી શકી નહોતી. પરંતુ એક્ટ્રેસે બાદમાં હાઈવે, ગલી બોય, ડિયર જિંદગી, રાઝી, ડાર્લિંગ્સ, ગંગુબાઈ કાઠીયાવાડી, બ્રહ્માસ્ત્ર અને ઇઇઇ જેવી હિટ ફિલ્મો આપી હતી. ઐશ્વર્યા રાયની વાત કરીએ તો ૧૯૯૪માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ તેણે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો, છેલ્લે તે મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વનમાં જાેવા મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.