Western Times News

Gujarati News

Irfan Khanના દીકરાએ ડાન્સ કરતાં શાહરૂખે લીધી મજા

મુંબઈ, જાન્યુઆરીમાં રિલીઝ થયેલી શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને બોક્સઓફિસ પર જબરદસ્ત સફળતા મળી હતી અને વર્લ્ડવાઈડ ૧ હજાર કરોડથી વધુની કમાણી કરી હતી. તેના સોન્ગને લઈને ભલે ગમે એટલો વિવાદ થયો હોય અને પૂતળા સળગાવ્યા હોય પરંતુ ફેન્સને તે ખૂબ જ પસંદ આવ્યા હતા. સોશિયલ મીડિયા યૂઝર્સે પણ તેના પર રિલ્સ બનાવીને એક્ટર પર પ્રેમ વરસાવ્યો હતો. SRK enjoyed Irfan Khan’s son danced on pathaan

હવે, પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે તેના નાનકડા દીકરાનો એક સુપર ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં તે જુમે જાે પઠાણ સોન્ગ પર ડાન્સ કરતો જાેવા મળ્યો તેણે આ વીડિયોની સાથે ‘કિંગખાન’ને ટેગ કરતાં તેણે રિપ્લાય પણ આપ્યો છે. ઈરફાન પઠાણે શેર કરેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, જેવો તે પઠાણનું સોન્ગ વગાડે છે કે તરત તેના દીકરાના ચહેરા પર એક મોટું સ્મિત આવી જાય છે.

તે ફોન હાથમાં લઈને દૂર જતો રહે છે અને પછી ડાન્સ કરવા લાગે છે. આ વીડિયોમાં તે ક્યૂટ લાગી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલરે આ સાથે લખ્યું છે ‘ખાનસાબ તમારા લિસ્ટમાં વધુ એક ક્યૂટ ફેનને ઉમેરવા વિનંતી. એક્ટરનું ધ્યાન જતાં તેણે તરત જ વીડિયોને પોતાના ટિ્‌વટર હેન્ડલ પર શેર કર્યો અને લખ્યું ‘આ તો તારાથી વધારે ટેલેન્ટે નીકળ્યો… છોટા પઠાણ. ઈરફાનના ફોલોઅર્સને આ વીડિયો પસંદ આવ્યો છે.

એક ફોલોઅરે કોમેન્ટ કરતાં લખ્યું ‘તું અને શાહરુખ પોતપોતાની ફિલ્ડના કિંગ છો, એક સ્વિંગનો બાદશાહ તો એક બોલિવુડનો’. તો એક યૂઝરે લખ્યું ‘નાના બાળકો પણ પઠાણના સોન્ગ પર ડાન્સ કરી રહ્યા છે. દરેકના ચહેરા પર ખુશી લાવવા માટે શાહરુખનો આભાર.

ખાનસાબ તમે જ આવું કરી શકો છો’. એક ફેને પોતાના ઘરમાં પણ આવું જ કંઈક થતું હોવાનો ઉલ્લેખ કરતાં લખ્યું ‘બધાના ઘરની હાલત આવી જ છે. આ મ્યૂઝિક સાંભળતાની સાથે જ મારી દીકરીના હાવભાવ બદલાઈ જાય છે. આ સિવાય કેટલાકે ઈરફાનના દીકરાના વખાણ કર્યા છે અને તેને ક્યૂટ અને છોટા પઠાણ કહ્યો છે.

શાહરુખ ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો, પઠાણની સફળતા બાદ તે એટલીની ફિલ્મ જવાનના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો છે, જેમાં તેની ઓપોઝિટમાં સાઉથ બ્યૂટી નયનતારા જાેવા મળશે. આ સિવાય તેની પાસે રાજ કુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’ પણ છે, જેમાં લીડ એક્ટ્રેસ તાપસી પન્નુ છે. સિવાય તે કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’માં કેમિયો કરતો દેખાશે, જેમાં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.