Western Times News

Gujarati News

બોર્ડિંગમાં વિદ્યાર્થીએ સફાઈની મનાઈ કરતા વીજકરંટ અપાયો

(એજન્સી)રાજકોટ, રાજકોટના જસદણના વિદ્યાર્થીને તાલીબાની સજા આપવાની ઘટના સામે આવી છે. આંબરડી ગામે જીવન બોર્ડિંગના વિદ્યાર્થીને વીજકરંટ અપાયોનો આક્ષેપ કરાયો છે. સફાઈની મનાઈ કરતા વિદ્યાર્થીને વીજકરંટ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીએ સફાઈ કરવાની મનાઈ કરતા ગૃહપતિએ વીજકરંટ આપ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગૃહપતિએ વીજકરંટ આપતા વિદ્યાર્થી ૫ દિવસે ભાનમાં આવ્યાનો આક્ષેપ કરાયો છે. ધોરણ ૮નો વિદ્યાર્થી છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોએ શાળા સંચાલકો વિરૂદ્ધ ગંભિર આક્ષેપો કર્યા છે.

રાજકોટ સિવિલમાં વિદ્યાર્થીએ પોતાને વિજકરંટ આપ્યો હોવાની વાત જણાવી છે. સફાઈની મનાઈ કરતા વિદ્યાર્થીને વીજકરંટ આપવાને લઈ ગૃહપતિ અને સંચાલકો વિરૂદ્ધ વાલીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીને જાતે જ કરંટ લાગ્યો હોવાનું જણાવી સંચાલકોએ બચાવ કર્યો છે.

 

જસદણના આંબરડીમાં શિક્ષણ જગતનો શર્મશાર બનાવ સામે આવ્યો છે. આંબરડીની જીવન શાળા બોર્ડિંગ સ્કૂલનો બનાવ છે કે, ધોરણ આઠમાં અભ્યાસ કરતા માસુમ વિદ્યાર્થીને ઇલેટ્રીક કરંટ આપ્યાનો આક્ષેપ કરાયો છે. પારેવા ગામના મામેરિયા પરીવારનો બાળક હોસ્ટેલમાં રહેતો હતો.

વિદ્યાર્થીને સંસ્થાના ગૃહપતિએ ઇલેટ્રીક કરંટ આપ્યા આક્ષેપ કરાયો છે. સારવાર માટે વિદ્યાર્થીને રાજકોટ સિવિલમાં ખસેડાયો છે, પરીવારજનોએ આક્ષેપ છે કે, સફાઈની ના પાડતા તેન કરંટ આપવાની સજા કરાઈ છે.

હોસ્ટેલના સંચાલકો કહે છે કે, આંબલી ખાવા ચડ્યો હોવાથી પડતા ઇલેટ્રીક કરંટ લાગ્યો છે. પરીવારજનો આ બચાવને નકાર્યો છે. જે ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તપાસનો વિષય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.