Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

War-2થી બોલિવુડમાં ડેબ્યૂ નહીં કરે જૂનિયર NTR

મુંબઈ, ચારેબાજુ હાલ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની ચર્ચા થઈ રહી છે કારણકે બેક ટુ બેક મોટી જાહેરાતો થઈ રહી છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે, ‘વૉર ૨’ને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો ડાયરેક્ટર અયાન મુખર્જી ડાયરેક્ટ કરશે. જે બાદ અહેવાલ આવ્યા કે, ‘વૉર ૨’માં હૃતિક રોશન અને ટાઈગર શ્રોફ સાથે સાઉથ સુપરસ્ટાર જૂનિયર NTR જાેવા મળશે.

આ અહેવાલ મીડિયામાં આવતાં જ ફેન્સનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. પરંતુ હવે ફેન્સનો ઉત્સાહ ઠંડો પડી જાય તેવી ખબર સામે આવી રહી છે. જૂનિયર એનટીઆર આ ફિલ્મનો ભાગ નહીં હોય! જ્યારે પણ કોઈ મોટા પ્રોજેક્ટની જાહેરાત થાય ત્યારે એક્ટર્સની માર્કેટિંગ ટીમ ઉત્સાહિત થઈ જાય છે.

યશરાજ ફિલ્મ્સની ‘વૉર’ની સીક્વલની જાહેરાત થવાની જ હતી ત્યાં જ ‘સનસનીખેજ અહેવાલ’ આવ્યા કે જૂનિયર એનટીઆર ‘વૉર ૨’માં જાેવા મળશે. ફિલ્મમાં તે હૃતિક રોશન અને ટાઈગર શ્રોફ સાથે સ્ક્રીન શેર કરશે. જાેકે, પ્રોજેક્ટ સાથે જાેડાયેલા એક સૂત્રએ આ વાત નકારી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ક્યાંથી સામેલ થાય? વૉર ૨ હજી ફક્ત વિચાર છે.

સીક્વલ માટે કોઈ સ્ક્રીપ્ટ જ નથી તો કોઈ એક્ટરને કઈ રીતે કાસ્ટ કરી શકાય? પ્રોડ્યુસર આદિત્ય ચોપરાએ ર્નિણય કર્યો છે કે, અયાન મુખર્જી આ ફિલ્મને ડાયરેક્ટ કરશે. ‘વૉર ૨’ વિશે ફક્ત આટલી જ માહિતી હાલ છે.

અયાન મુખર્જી તેની ફિલ્મો ‘બ્રહ્માસ્ત્ર ૨’ અને ‘બ્રહ્માસ્ત્ર ૩’ પૂરી કર્યા પછી જ આ પ્રોજેક્ટ હાથમાં લેશે. એટલે ૨૦૨૫ના અંત સુધી તો ‘વૉર ૨’નું શૂટિંગ શરૂ નહીં જ થાય. દરમિયાન જૂનિયર એનટીઆર સાથે જાેડાયેલા સૂત્રએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું, “ગાંડા છો કે શું? એનટીઆર પોતાના બોલિવુડ ડેબ્યૂ માટે બે હીરોવાળી ફિલ્મ પર પસંદગી નહીં ઉતારે. યશરાજ ફિલ્મ્સે હાલમાં જ ‘ટાઈગર વર્સિસ પઠાણ’ની જાહેરાત કરી હતી.

આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાનું છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનની ટક્કર થતી જાેવા મળશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers