Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સાયબર ક્રાઈમને લઈ જાગૃતતા જરૂરીઃ જસ્ટીસ એન.એમ દેસાઈ

મોડાસાની એન.એસ.પટેલ લો કોલેજનો ર્વાષિકોત્સવ ઉજવાયો

શામળાજી, અરવલ્લી જીલલાની એકમાત્ર કાયદાનું જ્ઞાન પીરસથી સંસ્થા એટલે મોડાસાની શ્રી એન.એસ. પટેલ લો કોલેજ મોડાસાની શ્રી એન.એસ. પટેલ લો.કોલેજનો વાષિકોત્સવ ઉજવાયો હતો. Cybercrime awareness needed: Justice NM Desai

મોડાસાના ભા.મા.શ હોલ ખાતે ધી મ.ાલ ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલીત શ્રી એન.એસ. પટેલ લો કોલેજના ર્વાષિકોત્સવ અને ઈનામ વિતરણ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના જજ નિરઝર એસ. દેસાઈ, જજ ડી. એ જાેષી ખાસ ઉપસ્થિત રહયા હતા.

મોડાસાના ભામાશા હોલ ખાતે આયોજીત વિધાશાખામાં વિધાર્થીઓના વિદાય સમારોહ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેા ગુજરાત ઉપસ્થિત હાઈકોર્ટના જજ નિરઝર દેસાઈએ સારા વકીલ કેવી રીતે બનવું અને શું ધ્યાન રાખવું તે. અંગે વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.

તેમણે ઉમેયું હતું કે, મોટીસંખ્યામાં કાયદાના વિધાર્થીઓને વકીલ બનવા જઈ રહેલા વિધાર્થીઓને જાેઈએ તેવા ખુશી વ્યકત કરી રહયા છે. તેમણે ઉર્મેયું કે, માત્ર એલ.એલ.બી. કરીને. સીમીત ન રહે પણ સારા વકીલ બને તે માટે માર્ગદર્શન પુરુંપાડયું હતું.

સાયબર ક્રાઈમને લઈને જજ નીરઝર દેસાઈએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમને લઈને સરકાર દ્વારા બહોળી રીતે પ્રસિદ્ધી કરવામાં આવી રહી છે. આ માટે કડક કાયદા પણ બનાવાયા છે. જેમાં ૩ વર્ષથી લઈને લાખ રૂપિયા સુધીના દંડની જાેગવાઈઓ કરવામાં આવીી છે. આ માટે આઈ.ટી. એકટ પણ બનાવાયો છે.

સાયબર ક્રાઈમની ઘટનાને લઈને લોકોમાં અવેરનેસ ખૂબ જ જરૂરીી હોવાનું ઉમેયું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે, સમાજમાં જયાં સુધી જાગૃતતા નહી આવે ત્યાં સુધી આવા લોકો સુધી આવા લોકો પહોચી શકશે. નહી. માટે લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.

અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા હાઈકોર્ટના જજ ડી.એ.જાેષીએ વિધાર્થીઓને માર્ગદર્શન પુરું પાડયું હતુ. તેઓ મુળ મોડાસા તાલુકાના લીભોઈના વતની અને વર્ષો સુધી મોડાસામાં વકીલાતના વ્યવસાય સુધી સંકળાયેલા હતા ત્યારે તેઓની માતૃ અને કર્મભુમી પર આવતા તેમણે ખુશી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે, હવે લોકોમાં કાયદા પ્રત્યેની જાગૃતતા આવી છે. તેમણે જણાવ્યું કે કાયદાના વિધાર્થીઓને જીલ્લાના હેડકવાટર ખાતે જ જીલ્લા કોર્ટમાં કામગીરી કરવાનો તક મળી રહે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers