Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મીરાં અને શાહિદના નવા ઘરની કિંમત ૫૮ કરોડ છે

મુંબઈ, બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે થોડા મહિના પહેલા મુંબઈમાં દરિયા કિનારે એક આલીશાન ઘર ખરીદ્યું હતું, જેની તસવીર હવે પત્ની મીરાં રાજપૂતે દેખાડી છે. ઘરમાંથી જે નજારો દેખાઈ રહ્યો છે તે જાેઈને ફેન્સે શાહિદની પસંદગીના ખૂબ વખાણ કર્યા છે. આ ઘરની કિંમત કરોડોમાં છે. શાહિદ અને મીરાં ગયા વર્ષે મુંબઈના વર્લીમાં તેમના આલીશાન ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા હતા. એક અહેવાલ મુજબ મીરાં અને શાહિદના નવા ઘરની કિંમત ૫૮ કરોડ છે.

શાહિદ અને મીરાં તેમનું જૂહુનું સી-ફેસિંગ ઘર છોડીને વર્લીમાં આવેલા ફ્લેટમાં રહેવા પહોંચી ગયા છે. વર્લીમાં આવેલા સ્કાયસ્ક્રેપર ૩૬૦ વેસ્ટમાં શાહિદ-મીરાં પોતાના બાળકો સાથે રહેવા જતા રહ્યા છે. શાહિદ-મીરાંના ઘરમાંથી બાંદ્રા-વર્લી સી-લિંકનો સુંદર વ્યૂ જાેવા મળે છે. શાહિદ અને મીરાંએ આ એપાર્ટમેન્ટ ૨૦૧૮માં બુક કરાવ્યું હતું. ૨૦૧૯માં તેમને ફ્લેટનું પઝેશન મળ્યું હતું. હવે ઘરનું ઈન્ટિરિયરનું કામ પૂરું થયા પછી શાહિદ કપૂર અને પરિવાર ત્યાં શિફ્ટ થઈ ગયો છે.

શાહિદ કપૂરના નવા ડુપ્લેક્સની કિંમત ૫૮ કરોડ રૂપિયા છે. શાહિદ અને મીરાંએ પોતાનું સપનાનું ઘર બનાવવા માટે ઈન્ટિરિયર્સમાં વ્યક્તિગત ધ્યાન આપ્યું હતું. મહામારીના કારણે તેમના ઘરનું ઈન્ટિરિયર પૂરું થવામાં વાર લાગી હતી. પરંતુ હવે કામ પૂરું થઈ ગયું છે. શાહિદ કપૂર પાસે લક્ઝરી ગાડીઓ અને બાઈકોનો કાફલો છે ત્યારે તેને અહીં છ પાર્કિંગ આપવામાં આવ્યા છે. શાહિદ કપૂરને બાલ્કની ખૂબ પસંદ છે ત્યારે તેના નવા ઘરમાં ૫૦૦ સ્ક્વેર ફૂટની બાલ્કની છે.”

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor)

જૂહુ બીચ પર વધતી લોકોની વસ્તીને લઈને શાહિદ અને મીરાંને તેમના બાળકો માટે ચિંતા થતી હતી. તેમના બીચ હોમના ડેક પરથી બીચ પરની વસ્તીને આસાનીથી જાેઈ શકાતી હતી. શાહિદ કુંવારો હતો ત્યારે તેણે જૂહુના ફ્લેટમાં ઘર ખરીદ્યું હતું. એ વખતે પણ આ સમસ્યા હતી પરંતુ તેણે અવગણી હતી. પરંતુ હવે બે બાળકોના પિતા તરીકે શાહિદને આ વાત ખટકી રહી છે અને એટલે જ તેમણે વર્લીમાં રહેવા જવાનો પ્લાન બનાવ્યો હતો.”SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers