Western Times News

Gujarati News

ગુજરાતનું પ્લેઓફમાં પહોંચવુ લગભગ નક્કી

લખનૌ સુપર જાયન્ટ્‌સ સામે ગુજરાત ટાઈટન્સનો વિજય-મેચમાં ગુજરાતે લખનૌને ૨૨૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ, લખનૌની ટીમ આ હાંસલ કરી શકી ન હતી

નવી દિલ્હી,  IPLની ૫૧મી મેચમાં, નાના ભાઈ હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સે મોટા કૃણાલ પંડ્યાની લખનઉ સુપર જાયન્ટ્‌સને હરાવી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતે લખનૌને ૨૨૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

પરંતુ, લખનૌની ટીમ આ હાંસલ કરી શકી ન હતી. આ સિઝનમાં લખનૌ સામે ગુજરાતની આ બીજી જીત છે. અગાઉ, લખનૌમાં રમાયેલી લો સ્કોરિંગ મેચમાં ગુજરાતે યજમાન ટીમને ૭ રને હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ગુજરાતના હવે ૮ જીત સાથે ૧૬ પોઈન્ટ છે અને પ્લેઓફમાં ટીમનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે.

ટોસ જીત્યા બાદ ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતના ઓપનર શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ તોફાની બેટિંગ કરી હતી. બંનેએ પાર્ટનરશિપમાં ૧૨.૧ ઓવર સુધી ૧૪૨ રન ફટકાર્યા હતા. સાહાએ માત્ર ૨૦ બોલમાં ૫૦ રન પૂરા કર્યા હતા.

આખી મેચ દરમિયાન સાહાએ ૪૩ બોલમાં ૮૧ રન ફટકાર્યા હતા. ૮૧ રન ફટકાર્યા બાદ સાહા આઉટ થયો હત. રિદ્ધિમાને પોતાની ઈનિંગમાં ૧૦ ફોર અને ૪ સિકસર ફટકારી હતી. જ્યારે શુભમન ગીલે પોતાની તોફાની બેટિંગ ચાલુ રાખી હતી. શુભમન ગીલ માત્ર ૬ રનથી સદી ચૂક્યો હતો. ગિલે ૫૧ બોલમાં ૯૪ રનની ઈનિંગ રમી હતી.

આ બંનેની બેટિંગને કારણે ગુજરાતે ૨૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૨૨૭ રન ફટકાર્યા હતા. આ સ્કોર IPL ૨૦૨૩માં ગુજરાતનો સૌથી મોટો સ્કોર છે.

૨૨૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનઉ સુપર જાયન્ટ્‌સની શરૂઆત સારી રહી હતી. કેએલ રાહુલની ગેરહાજરીમાં ક્વિન્ટન ડિકોકે કાયલ માયર્સ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. IPL૨૦૨૩ની આ ડિકોકની પ્રથમ મેચ હતી. તેને ૮ મેચ બાદ રમવાની તક મળી.

ડિકોકે તેનો ભરપૂર ઉપયોગ કર્યો અને પાવરપ્લેમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. તેણે અને કાયલ માયર્સે પાવરપ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ૭૨ રન ફટકાર્યા હતા. આઈપીએલમાં પાવરપ્લેમાં ટીમનો આ ત્રીજાે સૌથી મોટો સ્કોર છે.

લખનૌ સુપર જાયન્ટ્‌સની ઇનિંગની ૯મી ઓવરમાં મોહિત શર્માએ માયર્સને આઉટ કરીને ખતરનાક જાેડી તોડી હતી. રાશિદ ખાને બાઉન્ડ્રી પર માયર્સનો શાનદાર કેચ લીધો હતો. મ્યર્સના આઉટ થયા બાદ લખનૌની રનની ગતિ બંધ થઈ ગઈ અને ટીમે આગામી ૪ ઓવરમાં માત્ર ૨૫ રન બનાવ્યા.

આ દરમિયાન ડિકોકે તેના ૫૦ રન પૂરા કર્યા. જાે કે, લખનૌ ઓછા રન રેટને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ટીમ મેચ હારી ગઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.