Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એવું તે શું થયું કે, પોલીસકર્મીની દીકરીએ આપઘાત કર્યો

પ્રતિકાત્મક

વિધર્મી યુવકની સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે યુવતીને વિધર્મી યુવક દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો

ડાકોર,  ગુજરાતમાં પ્રેમ સંબંધમાં લોકો તમામ હદો વટાવી દેતા હોય છે. તેવામાં ડાકોર વિસ્તારમાં પોલીસ કર્મીની યુવાન પુત્રીએ સુસાઈડ કર્યું છે. જાેકે આની પાછળ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવતીનું વિધર્મી યુવક સાથે અફેર હતું. What happened was that the policeman’s daughter committed suicide

પરંતુ અંગત કારણોસર બંને વચ્ચે મતભેદ થતા તેમને સંબંધનો અંત લાવ્યો હતો. એટલું જ નહીં પોલીસે આ પગલે વધુ તપાસ હાથ ધરી દીધી છે. વિગતો પ્રમાણે યુવતીને વિધર્મી યુવક દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો. કોલ રેકોર્ડિંગ્સ સામે આવતા ચકચાર મચી ગઈ.

ડાકોરમાં પોલીસકર્મીની દીકરીએ જીવન ટૂંકાવી દીધું છે. આ અંગે પોલીસે વધુ વિગતો મેળવી તપાસ શરૂ કરી દીધી છે. તેવામાં સામે આવ્યું છે કે ખેડામાં વિધર્મી યુવકે તેને સૌથી પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી. બંને વચ્ચે સારા સંબંધો પણ હતા.

તેવામાં યુવતીએ સમય જતા બંને વચ્ચેના સંબંધોનો અંત લાવવા માટે જણાવ્યું હતું. ત્યારપછી મામલો બિચક્યો હતો અને જાેવાજેવી થઈ હતી. પોલીસલાઈનના મકાનોમાં જ અધિકારીની દીકરીએ આત્મહત્યા કરી દીધી હતી. આ દરમિયાન તેના માતા-પિતા ઘરે હાજર નહતા. જેથી કરીને તેણે આ પગલું ભર્યું હતું.

બીજી બાજુ પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ત્યારે આની પાછળ શું કારણ છે એની વિગતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે વિધર્મી યુવક સાથેના પ્રેમસંબંધનો કિસ્સો સામે આવતા આ કેસમાં હજુ વળાંક આવે તેની સંભાવના સેવાઈ રહી છે. યુવતીના ફોનમાંથી તપાસ દરમિયાન અનેક કોલ રેકોર્ડિંગ્સ સામે આવ્યા છે.

પોલીસે આને લઈને પણ વધારે તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે બીજી બાજુ એવી માહિતી પણ મળી રહી છે કે વિધર્મી યુવક પાસે પણ ઘણા રેકોર્ડિંગ્સ હતા. જેને આધારે તે યુવતીને સતત ત્રાસ આપતો હોવાની વિગતો પણ સામે આવી છે. વળી બીજી બાજુ યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા મામલો બિચક્યો હતો. આ ઘટનાક્રમ પર પોલીસ વધુ તપાસ શરૂ કરી દીધી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers