Western Times News

Gujarati News

ડિપ્લોમા અભ્યાસક્રમમાં એડમિશન લેવા માટે માર્ગદર્શન સેમિનાર ૧૦ જૂને યોજાશે

પ્રતિકાત્મક

આર.સી. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, અમદાવાદની નોડલ સંસ્થા આર સી ટેકનિકલ ઇન્સ્ટિટયૂટ, અમદાવાદ

દ્વારા ધોરણ 10 પછીના પ્રથમ વર્ષ અને સીટુડીમાં બીજા વર્ષના ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા, ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના ક્રમિક પગથિયા સમજવા, તથા તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે આર.સી.ટી.આઇ.,

અમદાવાદના અધિકારીઓ તથા એસીપીડીસી, અમદાવાદના તજજ્ઞો દ્વારા વિગતવાર સમજણ મળી રહે તે માટે ડિપ્લોમા એડમિશન માર્ગદર્શન સેમિનારનું આયોજન તારીખ 10.06.2023ના રોજ સવારે 10:00 કલાકે કુશાભાઉ ઠાકરે ઓડિટોરિયમ હોલ, સિંધવાઈ માતા મંદિર નજીક, સીટીએમ ચાર રસ્તા, અમદાવાદ ખાતે યોજાનાર છે. આ સેમિનારનો વધુમાં વધુ લાભ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓને અનુરોધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.