Western Times News

Gujarati News

સારા અલી ખાન દાદી શર્મિલા ટાગોરના પગલે ચાલશે અને ક્રિકેટર સાથે લગ્ન કરશે?

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન આ દિવસોમાં તેની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે વિકી કૌશલ પણ લીડ રોલમાં જાેવા મળ્યો હતો. હવે તેની પ્રોફેશનલ લાઈફ સિવાય એક્ટ્રેસ તેની પર્સનલ લાઇફના કારણે પણ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાનનું નામ સતત ક્રિકેટર શુભમન ગિલ સાથે જાેડાય છે. Will Sara Ali Khan follow grandmother Sharmila Tagore’s footsteps and marry a cricketer?

રિપોર્ટ અનુસાર, બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જાે કે હજુ સુધી સારા અને શુભમન તરફથી આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી.

હવે ડેટિંગના સમાચારો વચ્ચે સારા અલી ખાને ક્રિકેટર સાથે લગ્ન કરવા પર પોતાનું રિએક્શન આપ્યું છે. જણાવી દઈએ કે સારા અલી ખાનની દાદી શર્મિલા ટાગોરે ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં, જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે શું તે પણ તેની દાદીના પગલે ચાલશે અને ક્રિકેટર સાથે લગ્ન કરશે.

આના જવાબમાં સારાએ જણાવ્યું કે તે કોની સાથે લગ્ન કરવા માંગે છે અને તેને કેવો લાઈફ પાર્ટનર જાેઈએ છે. એક ઈન્ટરવ્યુમાં સારાએ કહ્યું, તે વ્યક્તિ ક્રિકેટર અથવા બિઝનેસમેન પણ હોઈ શકે છે, પરંતુ તે મારી સાથે મેન્ટલી અને ઇન્ટેલએક્ચુલી મેચ થવો જાેઈએ. મને લાગે છે કે હું પોતે જે પ્રકારની વ્યક્તિ છું, મને નથી લાગતું કે મારા પાર્ટનર બનવા માટે તે ક્રિકેટર બિઝનેસમેન, ડૉક્ટર હોવો જાેઇે.

કદાચ ડોક્ટર નહીં. મજાક છોડીને વાત કરીએ તો હકીકત એ છે કે તેણે મારા મેન્ટલ લેવલને મેચ કરવું પડશે. જાે તે એવું કરી શકે, તો તે ખૂબ જ સારી વાત છે. આ પછી જ્યારે સારા અલી ખાનને પૂછવામાં આવ્યું કે, શું તે આ સમયે ભારતીય ક્રિકેટ ટીમમાંથી કોઇને ડેટ કરી રહી છે? આના જવાબમાં એક્ટ્રેસ કહ્યું, ‘હું તમને હકીકત જણાવીશ, હું આ પૂરા વિશ્વાસ સાથે કહીશ કે હું જે પાર્ટનર મેળવવા જઈ રહી છું તેને હું મળી નથી.

હું તે વ્યક્તિની રાહ જાેઈશ. સારા અલી ખાનનું વર્કફ્રન્ટઃ જણાવી દઈએ કે સારા અલી ખાનની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ ૨ જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિકી કૌશલ અને સારાએ પહેલીવાર સ્ક્રીન શેર કરી હતી. બંનેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીના ફેન્સ વખાણ કરી રહ્યા છે. આ સિવાય સારા હવે ફિલ્મ ‘એ મેરે વતન’માં જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.