Western Times News

Gujarati News

ગુગલ ગીફ્ટ સીટીમાં સ્થાપશે ગ્લોબલ ફિનટેક સેન્ટર

PM મોદીની અમેરિકા મુલાકાતથી ગુજરાતને અનેક હાઈટેક પ્રોજેકટ મળ્યા

ગુગલે તેના આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ પ્રોજેકટમાં વિશ્વની 100 ભાષાઓમાં આ ટેકનોલોજી શીખી શકાય અને તેમાં રીસર્ચ-ડેવપમેન્ટ કરી શકાય તે પ્રોજેકટ પર આગળ વધી રહ્યું છે. Google announced the opening of our global fintech operations centre in GIFT City, Gujarat.

જેમાં વધુને વધુ ભારતીય ભાષાઓનો સમાવેશ કરાશે. જેનાથી જે ભારતીય બાળકો અંગ્રેજી જાણતા નથી કે તેઓએ ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કર્યો નથી. તેઓએ પણ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ તેનીજ માતૃભાષામાં નિમવાની સુવિધા ઉભી થશે.

અમદાવાદ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસથી ગુજરાતને હવે આગામી સમયમાં અમેરિકી કંપનીના અનેક મેગા પ્રોજેકટ ગુજરાતમાં આવી રહ્યા છે.

જેમાં અમેરિકી કંપની માઈક્રોન દેશના સર્વે મુજબ સેમીકન્ડકટર ચીપ્સ પ્લાંટ ગુજરાતમાં સ્થાપશે જેમાં ભારત અને ગુજરાત બન્ને સરકારો સહયોગી બનશે તો બીજી તરફ ગુગલ તેનું ગ્લોબલ ફીનટેક ઓપરેશન સેન્ટર ગુજરાતમાં બને તે પણ નવનિર્મિત ગીફટ-સીટીમાં બનાવશે. It will cement India’s fintech leadership, thanks to UPI, and Aadhaar. We are going to build on that foundation and take it globally,”

હવે ગુજરાતીઓને USAના વિઝા લેવા મુંબઈ કે દિલ્હીના ધક્કા ખાવા નહિં પડે

વડાપ્રધાન ન્યુયોર્ક તથા વોશિંગ્ટનમાં અમેરિકા તથા અમેરિકી કંપનીઓના ભારતીય ઉદ્યોગપતિઓ અને સીઈઓને મળ્યા હતા અને તેમાં આ અંગેના કરાર થયા છે તેથી હવે આગામી દિવસોમાં ગુજરાત એ આઈટી સહિતના ક્ષેત્રોમાં પણ એક ગુજરાત રાજય બનશે. અમેરિકન કંપની માઈક્રોન દ્વારા ગુજરાતમાં 2.75 બિલિયન ડોલર (રૂા.22540 કરોડ)નો સેમીકન્ડકટર ચીપ્સ પ્લાંટ રાજયમાં સ્થાપશે જે બે તબકકામાં હશે.

જેમાં પ્રોજેકટ ખર્ચના 50% ભારત સરકાર આપશે અને 20%ના પ્રોત્સાહનો ગુજરાત સરકાર આપશે તથા આ વર્ષે જ આ પ્લાંટનું બાંધકામ શરૂ થશે જેમાં 5 લાખ સ્કવેર ફુટના પ્રથમ પ્લાંટમાં 2024ના અંત સુધીમાં ઉત્પાદન શરૂ થઈ જશે. જેના કારણે 5000 સુધી અને 15000 આડકતરી રોજગારી સર્જાશે. આ ઉપરાંત વધુ બે અમેરિકી કંપનીઓ ભારતમાં ચીપ્સ ઉત્પાદન પ્લાંટ માટે શકયતા તપાસી રહી છે.

આ બાદ ઈન્ટરનેટ જાયન્સ ગુગલ ગાંધીનગરના ગીફટ સીટીમાં તેનું ગ્લોબલ ફીનટેક ઓપરેશન સેન્ટર સ્થાપશે. ગઈકાલે વોશિંગ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ જાહેરાત કરી કે ગુગલ ભારતમાં 10 બીલીયન ઈન્ડીયા ડેસ્ટીનેશન ફંડ મારફત રોકાણ કરવા જઈ રહી છે.

હવેથી US ભણવાં જવા માંગતા વિદ્યાર્થીઓ 1 વર્ષ પહેલા સ્ટુડન્ટ વીઝા માટે અરજી કરી શકશે

 

મોદી માઈક્રોસોફટના સીઈઓ સત્ય નાદેલા, એપલના સીઈઓ ટીમ કુક ઓપન આઈએના સીઈઓ સામ અલ્ટમેન દ્વારા એએમડીના સીઈઓ લીસા સુ ને મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.