Western Times News

Gujarati News

કપડવંજ રોડ પરથી કન્ટેનરમાં લઈ જવાતો ૩૭.૭૭ લાખનો વિદેશી દારૂ પકડાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) કપડવંજ, કપડવંજ રોડ પરથી કન્ટેનરમાં લઈ જવાતો ૩૭.૭૭ લાખના વિદેશી દારૂ સાથે ડ્રાઇવર ક્લીનરની અટકાયત કરાઈ છે. આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ચોરી છુપેથી લવાયો હોવાની વિગતો બહાર આવી છે.

પોલીસે વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪૯ લાખ ૯૧ હજાર ૮૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ૬ વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ ડાકોર પોલીસના માણસો ગતરાત્રે કપડવંજ રોડ પર આવેલ ડોન બોસ્કો સ્કૂલ પાસે વાહન ચેકિંગમાં હતા.

આ દરમિયાન મરૂન કલરના કન્ટેનર નંબર આવતાં પોલીસે આ કન્ટેનરને અટકાવ્યું હતું. કન્ટેનરમાં બેઠેલ ડ્રાઇવર તેમજ ક્લીનરને નીચે ઉતારી નામ ઠામ પૂછતા ડ્રાઇવર રામલાલ નાનજી પટેલ (રહે.દેવગામ, ઉદેપુર, રાજસ્થાન) અને ક્લીનર શોભાલાલ ગોકુળજી રાયકા (રહે.સાવાગામ, ચિત્તોડગઢ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

આ બંધ બોડીનું કન્ટેનરમાં શું ભરેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા આ બંને વ્યક્તિઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને પોલીસને સરખો જવાબ ન મળતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જે માલ ભરેલ છે તેના બિલ માગતા ડ્રાઇવરે એક બિલ રજુ કર્યું હતું.

જાેકે આબાદ પોલીસને શંકા જતા કન્ટેનરના કેબિનમાં તપાસ હાથ ધરી હતી જ્યાંથી અન્ય એક બિલ પણ હાથે લાગ્યું હતું. જાેકે વાહન નંબર મેચ ન થતાં પોલીસે આ બંને વ્યક્તિઓને સાથે રાખી કન્ટેનરનો પાછળનો દરવાજાે ખોલી જાેતા પોલીસ પણ ખુદ ચોકી ઉઠી હતી.

અહીંયા પુઠાના બોક્ષમાં વિદેશી દારૂનો જથ્થો હોવાથી પોલીસે વાહન અને ડ્રાઇવર કંડકટરને પોલીસ જાપ્તા સાથે ડાકોર પોલીસ મથકમાં લાવી ગણતરી કરતા વિદેશી દારૂની ૩૭,૭૭૬ બોટલો કિંમત રૂપિયા ૩૭ લાખ ૭૭ હજાર ૬૦૦નો મળી આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.