Western Times News

Gujarati News

માહિતી ખાતાના કર્મચારી મંડળની બેઠક તિથલ સર્કિટ હાઉસમાં યોજાઈ

(પ્રતિનિધિ)વલસાડ, ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ના દક્ષિણ ગુજરાત ઝોનની બેઠક વલસાડના તિથલ સર્કિટ હાઉસ ખાતે તા. ૮ જુલાઈને શનિવારે મંડળના પ્રમુખશ્રી કિરીટભાઈ બેંકરના અધ્યક્ષસ્થાને અને સુરત પ્રાદેશિક માહિતી કચેરીના ઇન્ચાર્જ સંયુક્ત માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ મછારના અતિથિવિશેષ પદે યોજાઈ હતી.

આ બેઠકનું આયોજન વલસાડ માહિતી કચેરીના ઇન્ચાર્જ સિનીયર સબ એડિટર અને અધિક્ષક તથા કારોબારી સભ્ય અક્ષય દેસાઈ અને ટીમ વલસાડ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે સંવાદનો સેતુ સધાયો હતો.

સાથે જ કર્મચારીઓના પ્રશ્નો અંગે પણ નિખાલસતાથી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કર્મચારી મંડળના પ્રમુખશ્રી કિરીટભાઈ બેંકરે જણાવ્યું કે, કર્મચારીઓના બદલી અને બઢતી સહિતના નાના મોટા પ્રશ્નો કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે સાતત્યપૂર્ણ સંવાદથી ઉકેલવામાં સફળતા મળી રહી છે.

માહિતી ખાતાની કામગીરી ૧૦૮ ઇમરજન્સી જેવી હોય છે. જેથી સરકારના તમામ વિભાગો સાથે સંકલન અને સમન્વય રાખી ફરજ પ્રત્યે ૨૪ કલાક તત્પર રહેવું પડે છે. સંવાદનો સેતુ બંધાતા નવા અને જૂના કર્મચારીઓ વચ્ચે હવે ગેપ જાેવા મળતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.