Western Times News

Gujarati News

ઝઘડિયાના મુલદ ગામેથી દારૂના જથ્થા સાથે એક ઈસમ પકડાયો

દારૂનો જથ્થો જેની પાસેથી આવ્યો હતો તે ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ગામેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો હતો.જ્યારે આ દારૂનો જથ્થો જેની પાસેથી આવ્યો હતો તે ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા કવાયત હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે મુલદ ગામે રહેતો નરેશ ઉર્ફે લંગડો શાંતિલાલ વસાવા તેના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.

પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને છાપો મારતા સદર ઈસમના ઘરમાં ટેબલની નીચે ગોદડામાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાનીમોટી કુલ ૧૪૦ બોટલો તેમજ બિયર ટીન નંગ ૪૦ મળી કુલ રુ.૨૬૧૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલ વિદેશી દારૂના જથ્થા સાથે નરેશ ઉર્ફે લંગડો વસાવા રહે.ગામ મુલદ તા.ઝઘડિયાનાને અટકમાં લઈને દારૂનો આ જથ્થો જે ઈસમ પાસેથી લાવવામાં આવ્યો હતો તે અનિલ વસાવા રહે.ગામ વાડી તા.ઉમરપાડા જી.સુરતનાને વોન્ટેડ જાહેર કરીને આ બન્ને ઈસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.