Western Times News

Gujarati News

અલનીનોની અસરથી શિયાળો ગરમ રહેવાથી ઘઉંના ભાવ ઊંચા રહેશે

(એજન્સી)નવી દિલ્હી, દેશમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઘઉં ઉત્પાદક રાજ્યો આવી જાય છે તેમાં કેન્દ્ર સરકારે બુધવારે વિવિધ ‘રવી’ પાકના ટેકાના ભાવ (મીનીમમ સપોર્ટ પ્રાઇસ એમ.એસ.પી.)માં ક્વિંટલદીઠ રૂ. ૧૫૦/-નો વધારો જાહેર કર્યો છે

તેથી ૨૦૨૩-‘૨૪ની માર્કેટિંગ સીઝન (એપ્રિલ- માર્ચ)માં ઘઉંના ટેકાના ભાવ જે ક્વિંટલદીઠ રૂ. ૨,૧૨૫ રહ્યા હતા. તે વધીને રૂ. ૨,૨૭૫ ‘૨૪-‘૨૫માં પહોંચી જશે. સરકાર આ દ્વારા મતના મુખ્ય આધાર સમાન ખેડૂતોને ખુશ કરવા માંગે છે. સાથે, અન્ન ઉત્પાદન તરફ તેઓ વધુ વળે તેવી પણ આશા રાખે છે.

એક તરફ ટેકાના ભાવ વધવા સાથે ઘઉંના ભાવ વધારોથવાનો જ છે. તેમાં અલ-નીનોની અસર આગામી મે મહિના સુધી રહેવાની શક્યતા જાેતાં શિયાળો આ વર્ષે સામાન્ય કરતા શિયાળો વધુ ‘ગરમ’ રહેવા સંભવ છે. બીજી તરફ સરકાર ઘઉં ઉપરની ૪૦ ટકા જેટલી આયાત ડયુટી ઘટાડવા તૈયાર લાગતી નથી.

અત્યારે તો કોઈ એવી યોજના દેખાતી પણ નથી તેથી ઘઉંના ભાવ ઉંચા જવાના જ છે તેની પાછળ ચોખા સહિત અન્ય ખાદ્યાન્નના ભાવ પણ વધતા સંભવ છે. તેની આડઅસર શાકભાજી ઉપર પણ પડતા જનસામાન્યની થાળી મોઘી થઈ જસે તેવું પણ નિરીક્ષકો અનુમાન બાંધે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.