Western Times News

Gujarati News

સાબરકાંઠાના તલોદ-પ્રાંતિજ ક્ષત્રિય યુવા પરિવાર દ્વારા વિજયા દશમી ઉત્સવ યોજાયો

(તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) તલોદ ના શક્તિ માતાના મંદિર ખાતે ખારી કાંઠા ક્ષત્રિય પરિવાર દ્વારા આ કાર્યક્રમ માં ક્ષત્રિય પરમો ધર્મ અંતર્ગત હવન, શસ્ત્ર પૂજન, યુવા શિક્ષણ સ નમાં ન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સમસ્ત ખારી કાંઠા ક્ષત્રિય પરિવાર દ્વારા હવન યોજી કુમકુમ તિલક કરી શસ્ત્રો નું પૂજન કરવામાં આવ્યું હતું.

હવન માં ૨૨ યજમાનો એ લાભ લીધો હતો.આ કાર્યક્રમ માં આમંત્રિત મહેમાનો નું કુમકુમ તિલક કરી ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિધાર્થીઓનું સન માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ ચેરમેન અને જિલ્લા સદસ્ય રેખા બા ઝાલા,

તાલુકા સદસ્ય એસ કે ઝાલા, મહામંત્રી વી ડી ઝાલા, તાલુકા સદસ્ય ડી કે ઝાલા અને સરપંચ રતુભા ઝાલા, સરપંચ વિક્રમસિંહ ઝાલા, સરપંચ વિજયસિંહ ઝાલા, પૂર્વ સરપંચ ગજેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ રાઠોડ વાઘ પુર ઉપસ્થિત રહ્યા હતા તલોદ_પ્રાંતિજ ખારી કાંઠા ના ક્ષત્રિય આગેવાનો હાજર રહી કાર્યક્રમ ને સફર બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.