Western Times News

Gujarati News

રખડતા ઢોરના પ્રશ્નને ગુજરાત હાઇકોર્ટે “કાયદાવિહીન-અરાજકતા”ગણાવી છે ત્યારે….

ગુજરાત રાજ્યના ડી. જી. પી. અને શહેર મ્યુનિ. કમિશનર કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવા ટીમવર્ક ઊભો કરી ઇતિહાસ રચશે?!

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે અને ડાબી બાજુની ઇન્સેન્ટ તસવીર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી એ. જે. શાસ્ત્રી તથા જસ્ટીસ શ્રી હેમંતભાઈ પ્રચ્છ્‌ક ની છે તેઓ હાલ રખડતા ઢોરના ત્રાસ કેસના મુદ્દે સુનાવણી કરી રહ્યા છે!! ત્રીજી તસવીર નરોડામાં લટાર મારતી ગાયોની છે!! બે રોક! ટોક રોડ રસ્તા પર ફરે છે! ચોથી તસવીર નરોડા પોલીસ સ્ટેશનની છે!!

નરોડા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓનું પણ કર્તવ્ય છે કે રખડતા ઢોરોનું નિરીક્ષણ કરી આવા રખડતા ઢોરો શોધી કાઢી તેની સામે પગલાં લે જેથી અમદાવાદમાં રખડતા ઢોરોનો પ્રશ્ન હલ થાય આ કાર્યવાહી શહેર પોલીસની અને શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત રીતે થવી જાેઈએ!! આગળ કહ્યું તેમ નિર્દોષ પ્રજાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા “ડર” ના લાગવો જાેઈએ એવો માહોલ સર્જવાની જવાબદારી જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓની છે!! ત્યારે કાયદાનું શાસન સ્થાપિત થશે!! ( તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલાશેખ દ્વારા)

ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા મ્યુનિ. કમિશનર થેન્નારસન પૂર્વ ડી. જી. પી. જે. એફ રિબેરોમાંથી પ્રેરણા લેશે?!

અમેરિકાના પ્રમુખ જહોન એડમ્સ સે કહ્યું હતું કે,”સરકાર વ્યક્તિઓ થી નહીં કાયદાઓથી ચલાવી જાેઈએ”!! જ્યારે અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસ ને કહ્યું છે કે,”કાયદાઓ ઘડવા કરતા તેનો અમલ થાય તે વધારે અગત્યનું છે”!! ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી એ જે શાસ્ત્રી અને જસ્ટિસ શ્રી હેમંતભાઈ પ્રચ્છક ની ડિવિઝન બેન્ચ છે

અમદાવાદ શહેરના અને ગુજરાતમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જાન ગુમાવ્યા પછી સરકારી તંત્ર કે મ્યુની. કોર્પોરેશન કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવા નિષ્ક્રિય રહેતા રખડતા ઢોરના પ્રષ્ને ગુજરાત સરકારના અગ્રસચીવ અશ્વિની કુમાર, મ્યુની. કમિશનર થેન્નારસન, અધિક કમિશનર શ્રી એન. એ. ચૌધરી ને સવાલ કર્યો કે, શું ગુજરાતને કાયદા વિહીન-અરાજકતા જાહેર કરીએ?! અને તમામને વેધક સવાલો કરતા આખરે કાર્યવાહી શરૂ થઈ છે!!

પરંતુ નરોડા વિસ્તારમાં આજે પણ ગાયો શાંતિથી લટાર મારવા નીકળે છે?! ત્યાંરે નરોડા પોલીસ સ્ટેશનના અધિકારીઓની ફરજ ખરી કે નહીં? કે કાયદાનું શાસન જળવાય?! ગુજરાતમાં ફક્ત રખડતા ઢોરોનો જાે પ્રશ્ન નથી લોકો અનેક પ્રકારની ગુનાખોરીનો ભોગ બની રહ્યા છે! લોકો ગુંડાર્રને કારણે આત્મહત્યા કરી રહ્યા છે સુરક્ષિત સમાજ માં ભ્રષ્ટાચાર વકર્યો છે ત્યારે તેના માટે જવાબદારી કોની??!

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સ કાયદાના શાસન અંગે શું કહ્યું છે?! કેન્દ્ર સરકારી તંત્ર કે સરકારી અધિકારીઓ ગંભીરતાથી ન લઈ પોતાની ફરજ કેમ ચૂકી જાય છે?!
ભારતની સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ શ્રી એન વી રામના એ કહ્યું છે કે કાયદાનું શાસન એટલે કાયદો માત્ર સમાજ પર નિમંત્રણ રાખનારું સાધન નથી પરંતુ કાયદો જ્યાં સુધી આદર્શ ન્યાયતંત્ર અને સમાન મૂલ્યોને સમાનઅધીન કરતો નથી એની વ્યાખ્યા પૂર્ણ થતી નથી!!

ચીફ જસ્ટીસ શ્રી એ એવું પણ કહ્યું હતું કે કાયદો સર્વોપરી છે અને એ કોઈની વચ્ચે ભેદભાવ કરતો નથી અને કાયદાનું શાસન એ લોકશાહીનો આધાર સ્તંભ છે અને એક સ્વતંત્ર સમાજ તરીકે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કાયદાનું શાસન જ મોટી આશા છે!! સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રીમતી બી.વી.નાગરતના અને જસ્ટિસ શ્રી ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે પણ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશના કાઉન્ટર બ્લાસ્ટ થઈ શકે નહીં!! આનો અર્થ એટલો જ છે કે સરકાર શ્રી ના કોઈ પણ અધિકારી કે અદાલતો ના આદેશને અવગણી શકે નહીં આ જ કાયદાનું શાસન છે જે નીચલી અદાલતો ને પણ લાગુ પડે છે કારણ કે જ્યારે અધિકારો પોતાનો કર્તવ્ય ચુકે છે ત્યારે જ અદાલતો એ સક્રિય થવું પડે છે!!

ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક મ્યુની કમિશનર થેન્નારસન ગુજરાતમાં વિવિધ પ્રકારના કાયદાનું શાસન પ્રસ્થાપિત કરતા પોતાની બંધારણીય ફરજ નિભાવી ટીમવર્ક કરે તો જે અદાલતોએ વધુ મહેનત ન કરવી પડે!!

અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને સરસ કહ્યું છે કે, “કોઈ મને ઝાડ કાપવા માટે ‘છ’ કલાકનો સમય આપે તો હું પ્રથમ ચાર કલાક તો કુહાડીની ધાર કાઢવામાં જ પસાર કરીશ”!! જાે ગુજરાત રાજ્યના પોલીસવડા શ્રી વિકાસ સહાય નિષ્ઠાવાન પોલીસ અધિકારી છે તેઓ પોતાની બંધારણીય ફરજથી પણ વાકેફ છે!! કાયદાનું શાસન સ્થાપિત કરવું એ કેટલું અગત્યનું છે એનાથી સુમાહિતગાર છે

પરંતુ જાે તેઓ ગુજરાતમાં વિવિધ પ્રકારના ગુનાઓને મોડસ ઓપરેન્ડી નો અભ્યાસ કરી ચક્રવ્યુ ઘડે તો તેમને સફળતા શિખરો સર કરતા કોઈ અટકાવી શકસે નહીં!! સાયબર ગુના કેમ વધ્યા છે?! ખંડણી ખોરો કેમ વધ્યા છે?! આત્મહત્યાના ગુના કેમ વધ્યા છે?! પોલીસ સ્ટેશનમાં લોકો ફરિયાદ કરવા જતા કેમ ડરે છે?! રાજકીય નેતાઓ સામે ગુના કેમ મોડા રજીસ્ટર થાય છે?! તે ગુજરાત રાજ્યના પોલીસવડા શોધી કાઢશે તો ગુજરાતમાં કાયદાનું શાસન સ્થાપિત થશે અને ગુજરાત સરકાર પર માછલા ઓછા ધોવાશે!!

અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક એક અનુભવી જ્ઞાની અને કાબેલ અધિકારી છે! છતાં અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોનો પ્રશ્ન માથાના દુઃખાવા રૂપ છે અને પોલીસ જીપને ”બાઈકર્સ ગેગ” (ઢોર માલિકોની ટુકડી?) ઘેરી વળે ને હુમલો કરે અને પોલીસનાસી જાય તેવી પરિસ્થિતિમાંથી અમદાવાદ શહેરને મુક્ત કરાવવાની જવાબદારી અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની પણ છે અને અધિક કમિશનર શ્રી એન. એ. ચૌધરી ની પણ છે!!

ગુજરાત હાઇકોર્ટ નારાજ થાય ત્યાં સુધી જવાબદાર પોલીસ અધિકારીઓ નિષ્ક્રિય છે એવી છાપ શા માટે ઉભી થવા દેવી જાેઈએ?! આમાં તો સમગ્ર ગ્રહ વિભાગની ટીકા થાય છે તેનું શું?! શા માટે અમદાવાદ શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં લોકો ફરિયાદ કરવા જતા જતા ડરે છે?! માટે કાયદાનું શાસન જાળવવું હોય તો પોલીસ સ્ટેશનનો માહોલ સુધારવો જાેઈએ!!

અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્નારસન અધિકારીઓ પાસેથી કામ કરાવવા ભારે જમાત ઉઠાવી રહ્યા છે! પરંતુ પરિણામ ન મળે તો શું કામનું?! કાગળ પર સુંદર ચિત્ર ઊભું કરવામાં માહેર કેટલાક ચાલાક અધિકારીઓ અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને લીધે જ મ્યુનિ.સિપલ કમિશનર શ્રી થેન્નારસન ગુજરાત હાઇકોર્ટની ટીકાનો ભોગ બન્યા છે!!

પોતે ખરેખર શ્રેષ્ઠ કામ કરવા માંગતા હોય તો પોતાની ટીમ બદલે ! પોતાના કર્તવ્યને નિષ્ઠાપૂર્વક નિભાવવા તેની પૂર્વ શરત છે! અખબારોમાં તંત્રની ટીકાના સમાચાર છપાય અને હાઇકોર્ટે કન્ટેન્ટ ઓફ કોર્ટના આદેશની ચેતવણી આપે પછી તંત્ર કામ કરતું થાય તો પછી એક સવાલ એ પણ છે કે ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ ગુનેગારોને છાવરી તો નથી રહ્યાને?! ઉચ્ચ અધિકારીઓ તેની પણ કાળજી લે નહીં તો “કન્ટેન્ટ ઓફ કોર્ટ” માં કોઈ મિનિસ્ટર ને નહીં અધિકારીઓએ સહન કરવું પડશે?!

ભારત દેશમાં એક ડીજીપી દરેક રાજ્યમાં કેમ સફળ થયા ઓળખો છો આ DGP જે એફ રિબેરોને?!

જર્મનીના પ્રથમ ચાન્સેલર ઓટોવાન બિસ્માર્ક એ કહ્યું છેકે કહ્યું છે કે “ઇતિહાસ લખો નહીં ઇતિહાસ રચો”!! સમગ્ર ભારત જેમને ડી.જી.પી .તરીકે ઓળખે છે અને એ છે પૂર્વ ડી.જી.પી. જે. એફ. રિબેરો તેઓ અત્યંત નીડર, કાબેલ અને કર્તવ્ય નિષ્ઠક ભારતના ડી.જી.પી? હતા! ભારતના ડી.જી.પી કેમ? કારણકે આતંકવાદ ડામવા!! માટે ગુનાખોરીનો પદાર્ફાશ કરવા માટે!!

અને ગુનાખોરી નાબૂદ કરવા માટે કોઈપણ રાજકીય દબાણ સામે ઝુક્યા વગર અનેક પડકારોમાં સફળતાનો ઇતિહાસ રચનારામાં પૂર્વ ડી.જી.પી. જે. એફ. રીબીરો નું નામ આજે પણ ગૌરવભેર યાદ કરાય છે! ડી.જી.પી શ્રી જે? એફ. રીબીરોએ દેશના અનેક રાજ્યોમાં પોલીસવડા તરીકે પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી નિભાવ્યું છે! શ્રી જે એફ રિબેરો જ્યારે પંજાબના ડી.જી.પી હતા તેઓ મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે તેમની પર આતંકવાદી હુમલો થયો હતો.

ગોળી તેમને સ્પર્શીને નીકળી ગઈ હતી!! અને વાગી પણ હતી પરંતુ જે. એફ. રીબેરો તરત જ ટીવી ચેનલ પર આવીને ઇન્ટરવ્યૂ આપી પોલીસનું મનોબળ વધાર્યું હતું અને પંજાબના આતંકવાદીઓને જવાબ આપ્યો હતો તેઓને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ ગુજરાતમાં વકરેલી ગુનાખોરી નાબૂદ કરવા ગુજરાત મોકલ્યા ત્યારે પોલીસ પર હુમલો કરનારાઓને વળતો જવાબ આપી સીધાદોર કરી નાખ્યા હતા અને ગુજરાતને ગુનાખોરીથી મુક્ત કરાવી દીધુ હતું! દેશ તેમના આવા નિષ્ઠા ભર્યા કાર્યો માટે હમેશા યાદ કરે છે અને આમાંથી ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓએ ઇતિહાસ રચનાની પ્રેરણા લેવાની જરૂર છે?! ખરું ને?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.