Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચનની પોસ્ટ પર યુઝર્સ ગુસ્સે થયા

મુંબઈ, ભારતીય લોકોને ક્રિકેટ પ્રત્યે અદભૂત પ્રેમ છે. કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ હતી જેમાં ભારતની હાર થઇ. આ કારણે કરોડો લોકો નિરાશ થઇ ગયા છે. ભારતની ટીમને સપોર્ટ કરનાર લોકોની આંખોમાં આસું આવી ગયા હતા. આટલું જ નહીં બોલિવૂડ સેલેબ્સ પણ નારાજ થઇ ગયા હતા. જાે કે આ વિશે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની એક પોસ્ટ તેજીથી વાયરલ થઇ રહી છે. Users got angry on Amitabh Bachchan’s post

આ પોસ્ટ જાેયા પછી ફેન્સ અભિતાભ બચ્ચન પર ગુસ્સે થઇ રહ્યા છે. કેટલાક લોકોએ અમિતાભ બચ્ચને ટ્રોલ પણ કરી રહ્યા છે. ભારતની હાર પછી થોડી વાર પહેલાં અમિતાભ બચ્ચને અજીબ પોસ્ટ કરી હતી. આ એક્સ પોસ્ટમાં અમિતાભે લખ્યુ હતુ કે..કુછ ભી તો નહીં..! આ પોસ્ટ જાેતજાેતામાં વાયરલ થઇ રહી છે. આ વિશે ફેન્સ એક્ટરને પૂછવા લાગ્યા કે શું એમને ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જાેઇ લીધી.

એક ફેને કોમેન્ટમાં લખ્યુ કે, સર પહેલાં તમે તમારું ટીવી બંધ કરી દો. તમને જણાવી દઇએ કે ભારતની સેમિફાઇનલમાં જીત પછી અમિતાભ બચ્ચની એક એક્સ પોસ્ટ પણ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં લખ્યુ હતુ કે જ્યારે હું મેચ નથી જાેતો ત્યારે આપણે જીતી જઇએ છીએ. હવે ફેન્સ આ પોસ્ટને જાેડીને જાેઇ રહ્યા છે.

આટલું જ નહીં ફેન્સનું કહેવુ છે કે અમિતાભનો ઇશારો બીજી તરફ હતો અને એમને મેચ જાેઇ લીધી. તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપ ફાઇનલમાં ભારતને હરાયા પછી છઠ્ઠી વાર ટ્રોફી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાં ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગની પસંદગી કરી હતી. ભારતે પહેલાં બેટિંગ કરીને માત્ર ૨૪૦ રનનું લક્ષ્ય આપ્યુ અને ઓસ્ટ્રેલિયાએ ઓછી વિકેટમાં મેચ જીતી લીધી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.