Western Times News

Gujarati News

લગ્ન પ્રસંગોમાં વિલન બન્યો વરસાદઃ ડેકોરેટર્સને મોટું નુકસાન

પ્રતિકાત્મક

કમોસમી વરસાદે દીકરીના લગ્નનો પ્રંસગ બગાડ્યો-ડીજે સિસ્ટમ પલળી-રાસ ગરબા પહેલા મંડપ ઉડ્યો

પાર્ટી પ્લોટોમાં પણ લગ્ન મંડપનો સામાન ખરાબ થવાના કારણે ડેકોરેટર્સને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે

સુરત,  ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત હોય કે કચ્છ, તમામ જગ્યાએ વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો હતો. એટલું જ નહીં રાજકોટ અને મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભર શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય એવું વાદળછાયું વાતાવરણ આખા રાજ્યમાં જાેવા મળી રહ્યું હતું.

આ માવઠું ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યું છે. ખેડૂતોએ પાકનું વાવેતર કરી દીધું છે ત્યારે આ માવઠું મુશ્કેલી સર્જી શકે છે. કારણ કે આ વરસાદ પાક માટે અભિશાપ બનવાની પુરી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે પણ વરસાદની શક્યતા છે.

ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં ભર શિયાળે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતે સૌરાષ્ટ્રને પણ ધમરોળ્યું છે. રાજકોટ અને અમરેલીના અમુક વિસ્તારોમાં તો કરા પડ્યા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતાના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, હાલ જગતનો તાત છે ચિંતામાં છે. શિયાળાની શરૂઆતમાં જ કુદરતની કહેર અને લોકોની કઠણાઈ શરૂ થઈ છે.

કેમ કે ભર શિયાળે વરસાદ શરૂ થયો છે. અમદવાદના મોટા ભાગના વિસ્તારમાં કમનસીબીનો કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ એ લોકો પર કહેર બનીને વરસ્યો છે, જેમના ઘરે પ્રસંગો લેવાયા હતા. સુરતના ઓલપાડમાં લગ્ન મંડપમાં વરસાદી પાણી ફરી વળ્યાં. ડી.જે લગ્ન મંડપ તેમજ ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. આજે એક પરિવારમાં દીકરીના લગ્નના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ રાસ ગરબા પહેલા જ મંડપના બામ્બૂ તૂટી પડ્યા છે. જ્યારે મંડપના કાપડ પણ પવનથી ફાટી ગયા છે. લાખો રૂપિયાના ડી.જે ના સ્પીકર તેમજ ઈક્વીપમેન્ટ વરસાદમાં પલળી ગયા હતા. સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદથી ભારે ખાના ખરાબી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં ખેતી પાક, ધરવખરી, માલ સામાનને નુકશાની થઈ છે.

તો બીજી તરફ, ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે લગ્ન સીઝન બગાડી છે. આ વરસાદ અનેક લોકોના લગ્નમાં વિઘ્ન બનીને આવ્યો છે. વરસાદના કારણે લગ્નમંડપનો સામાન પણ ભીંજાયો હતો. પાર્ટી પ્લોટોમાં પણ લગ્ન મંડપનો સામાન ખરાબ થવાના કારણે ડેકોરેટર્સને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સુરતના સરોલી મા ભારે પવન સાથે આવેલા વરસાદે તબાહી મચાવી છે. આખે આખો પતરાથી બનાવેલો તબેલાનો શેડ ઉડી ગયો હતો. શેડ ઉડીને રસ્તા પર આવી ગયો હતો.

સોલાર પેનલ પર ઉખડી જતા ભારે નુકસાની થઈ હતી. ઘટનાને પગલે ઓલપાડ સરોલીનો એક સાઈડનો રોડ બંધ કરવો પડ્યો હતો પોલીસ દ્વારા શેડ હટાવાની કામગીરી શરૂ કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.